રીપોર્ટ@થરાદ: નગરપાલિકા પ્રમુખે અચાનક પાણીના સંપની મુલાકાત કરી

અટલ સમાચાર,દિયોદર (કિશોર નાયક) કોરોના મહામારી વચ્ચે આજે અચાનક થરાદ પાલિકા પ્રમુખે પાલિકાના સંપ-બોરવેલની મુલાકાત લીધી હતી. નર્મદાનું પાણી બંધ હોવાથી પીવાના પાણીની સમસ્યા નિવારવા ખુદ પાલિકા પ્રમુખે ઓચિંતિ મુલાકાત લીધી હતી. મહિલા પ્રમુખે કહ્યુ હતુ કે, શહેરના લોકોને પીવાના પાણીની તંગી ના રહે તેમજ લોકો હેરાન ન થાય તે મારી પ્રથમ ફરજ છે. જેને
 
રીપોર્ટ@થરાદ: નગરપાલિકા પ્રમુખે અચાનક પાણીના સંપની મુલાકાત કરી

અટલ સમાચાર,દિયોદર (કિશોર નાયક) 

કોરોના મહામારી વચ્ચે આજે અચાનક થરાદ પાલિકા પ્રમુખે પાલિકાના સંપ-બોરવેલની મુલાકાત લીધી હતી. નર્મદાનું પાણી બંધ હોવાથી પીવાના પાણીની સમસ્યા નિવારવા ખુદ પાલિકા પ્રમુખે ઓચિંતિ મુલાકાત લીધી હતી. મહિલા પ્રમુખે કહ્યુ હતુ કે, શહેરના લોકોને પીવાના પાણીની તંગી ના રહે તેમજ લોકો હેરાન ન થાય તે મારી પ્રથમ ફરજ છે. જેને લઇ આજે મેં પાલિકાના દરેક પંપે જઇ અને બોરવેલ ઓપરેટરની મુલાકાત કરી સ્થિતિનો તાગ મેળવ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠાની થરાદ નગરપાલિકાના મહિલા પ્રમુખ જાનકીબેન દિપકભાઇ ઓઝાએ આજે અચાનક સંપ-બોરવેલની મુલાકાત કરી હતી. થરાદ શહેરને પીવા માટે પૂરતુ પાણી મળી રહે તેમજ નગરજનોની સુખાકારી માટે અને પીવાના પાણીની તંગીની અછતના સર્જાય તેને લઈ નગર પાલિકાના બોરવેલ પાણી ઓપરેટર કર્મચારીઓ મુલાકાત લઈ કર્મીઓનું ધ્યાન દોર્યું હતું.

રીપોર્ટ@થરાદ: નગરપાલિકા પ્રમુખે અચાનક પાણીના સંપની મુલાકાત કરી

પાલિકા પ્રમુખ જાનકીબેને જણાવ્યું હતું કે, થરાદ શહેરના લોકોને પીવાના પાણી તંગી ના રહે તેમજ લોકો હેરાન ના થાય તે મારી પ્રથમ ફરજ છે. જે જવાબદારી હોઇ હું આજે થરાદ નગરપાલિકાના દરેક સંપે જઈ બોરવેલ ઓપરેટરની રૂબરૂમાં જઇને ખાત્રી કરી કયા વિસ્તારમાં કેટલું પાણી ? કયા બોરનું ક્યાં વિસ્તારમાં પાણી ? કેટલા વાગે અને કેટલા સમય મુજબ મળે છે તે બાબતે મુલાકાત લીધી હતી. થરાદ શહેરના લોકોને ચોખ્ખુ પાણી મળી રહે એ માટે પ્રમુખ તરીકે મારી તેમજ નગર પાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટરની જવાબદારી હોઇ અમારાથી થતા બધા જ લોકો ઉપયોગી કામો કરી લોકો સારા વહીવટ, વિશ્વાસ કાયમ કરવા અગ્રેસર રહેશુ.