આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

બનાસકાંઠા અને પાટણ જીલ્લાની નર્મદાની કેનાલોમાં વારંવાર ભ્રષ્ટાચારના ગાબડાં પડી રહ્યા છે. જેને લઇ સતત મિડીયાના અહેવાલો અને ખેડુતોની વેદના જોઇ આખરે નર્મદા તંત્રએ હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. જેમાં ખેડૂત કેનાલમાં ગાબડાં કે ભંગાણની માહિતી સીધી તંત્રને આપી શકે. આ સાથે ગાબડાંની ખોટી માહિતી આપનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ તંત્ર દ્રારા જાહેર કરવામાં આવ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાની નર્મદા કેનાલોમાં વારંવાર ગાબડાંની પરિસ્થિતિને જોતા આખરે તંત્ર જાગ્યુ છે. નર્મદા વિભાગના પાટણ હસ્તકના મુખ્ય ઇજનેરે હેલ્પલાઇન નંબર ૭૫૬૭૪ ૭૫૭૮૨ જાહેર કર્યો છે. જે નંબર ઉપર ફોન કરી ખેડૂત સીધી ગાબડાંની માહિતી આપી શકશે જેથી તાત્કાલિક અસરથી સમારકામ કરી શકાય. જોકે તેમાં પણ જો કોઇ ખેડૂત કે અન્ય કોઇ વ્યક્તિ ખોટી માહિતી આપે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code