રીપોર્ટ@ઉ.ગુ.: કોંગ્રેસના દિગ્ગજો ભાજપમાં માત્ર કાર્યકર, સમર્થકોની સ્થિતિ!!!

અટલ સમાચાર, મહેસાણા ગત લોકસભા અને વિધાનસભા ચુંટણી બાદ ઉત્તર ગુજરાતના પાંચ દિગ્ગજ કોંગી નેતાઓ તબક્કાવાર ભાજપમાં ગયા હતા. આ પછી અનેક મહિનાઓ વિતી જવા છતાં આજે ભાજપમાં માત્ર કાર્યકર તરીકે રહેતા તેઓના સમર્થકો ભારે અવઢવની સ્થિતિમાં આવ્યા છે. એક ભુતપુર્વ સાંસદ, ત્રણ ધારાસભ્યો અને એક પ્રદેશકક્ષાના નેતાનો કોંગ્રેસમાં દબદબો હતો. જોકે ભાજપમાં પ્રવેશ કરતી
 
રીપોર્ટ@ઉ.ગુ.: કોંગ્રેસના દિગ્ગજો ભાજપમાં માત્ર કાર્યકર, સમર્થકોની સ્થિતિ!!!

અટલ સમાચાર, મહેસાણા

ગત લોકસભા અને વિધાનસભા ચુંટણી બાદ ઉત્તર ગુજરાતના પાંચ દિગ્ગજ કોંગી નેતાઓ તબક્કાવાર ભાજપમાં ગયા હતા. આ પછી અનેક મહિનાઓ વિતી જવા છતાં આજે ભાજપમાં માત્ર કાર્યકર તરીકે રહેતા તેઓના સમર્થકો ભારે અવઢવની સ્થિતિમાં આવ્યા છે. એક ભુતપુર્વ સાંસદ, ત્રણ ધારાસભ્યો અને એક પ્રદેશકક્ષાના નેતાનો કોંગ્રેસમાં દબદબો હતો. જોકે ભાજપમાં પ્રવેશ કરતી વખતે થયેલી વાતચીતને અંતે આજે આ પાંચ નેતા ભાજપમાં માત્ર કાર્યકર તરીકે શોભી રહ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

મહેસાણા, પાટણ અને અરવલ્લી જીલ્લાના તત્કાલિન દિગ્ગજ ગણાતા કોંગી નેતા ભાજપમાં ગયા બાદ જાહેરમાં ખુબ જ ઓછા દેખાઇ રહ્યા છે. મહેસાણાના ભુતપુર્વ સાંસદ જીવાભાઇ પટેલ, વિજાપુરના ભુતપુર્વ ધારાસભ્ય પ્રહલાદ પટેલ, રાધનપુરના ભુતપુર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, બાયડના ભુતપુર્વ ધારાસભ્ય ધવલ ઝાલા અને પ્રદેશ કોંગ્રેસમાં તત્કાલિન અગ્રણી રેખાબેન ચૌધરી ભાજપમાં સામેલ થઇ ગયા છે. આ પાંચેય નેતાનો કોંગ્રેસમાં તેઓના કદ પ્રમાણે મોટો વજન પડતો હતો. આજે હોદ્દો ન હોવાથી સમર્થકો માટે અનેક બાબતો સવાલો વચ્ચે આવી છે.

કોંગ્રેસ છોડી ભાજપમાં ગયેલાની આજે રાજકીય સ્થિતિ

રીપોર્ટ@ઉ.ગુ.: કોંગ્રેસના દિગ્ગજો ભાજપમાં માત્ર કાર્યકર, સમર્થકોની સ્થિતિ!!!
કોંગ્રેસ છોડી ભાજપમાં ગયેલાની આજે રાજકીય સ્થિતિ

સુત્રોએ જણાવ્યુ હતુ કે, આ પાંચ પૈકી દિગ્ગજ ગણાતા નેતાને ભાજપમાં પ્રવેશ બાદ બોર્ડ-નિગમની જવાબદારી મળવાની શક્યતાઓ આજે મુંઝવી રહી છે. ખાસ કરીને પ્રહલાદ પટેલ અને જીવાભાઇ પટેલને ભાજપ દ્રારા “કંઇક મળવાની” આશા સમર્થકોને ઉભી થઇ હતી. જ્યારે આ તરફ કોંગ્રેસના ભુતપુર્વ ધારાસભ્યો અલ્પેશ અને ધવલને ચુંટણીમાં હાર મળ્યા બાદ માત્ર કાર્યકરનો હોદ્દો રહ્યો છે. આથી ઠાકોરસેનાના બંને ધુરંધરો સરકાર કે સંગઠનમાં મહત્વપુર્ણ હોદ્દો નહિ ધરાવતા સમર્થકો માટે અવઢવની સ્થિતિ ઉભી થઇ છે.