આજીજી@કુદરત: દાંતા સજ્જડ બંધ, વરસાદ વિલંબમાં જતાં પોકાર

અટલ સમાચાર, અંબાજી (રિતિક સરગરા) ઉત્તર ગુજરાતમાં વરસાદ વિલંબમાં જતો હોઇ ગયા વર્ષ જેવી ભયાનકતા સતાવી રહી છે. અંબાજી અને દાંતા પંથકમાં વરૂણદેવને રિઝવવા પોકાર કરી ભજન કીર્તન કરવામાં આવ્યા હતા. દાંતા ગામમાં સજ્જડ બંધ પાડવામાં આવ્યો હતો. મેહુલિયાને જલ્દી પધારવા લોકોએ આજીજી કરી હતી. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં ભર ચોમાસે વરસાદ નથી. એક મહિનાથી
 
આજીજી@કુદરત: દાંતા સજ્જડ બંધ, વરસાદ વિલંબમાં જતાં પોકાર

અટલ સમાચાર, અંબાજી (રિતિક સરગરા)

ઉત્તર ગુજરાતમાં વરસાદ વિલંબમાં જતો હોઇ ગયા વર્ષ જેવી ભયાનકતા સતાવી રહી છે. અંબાજી અને દાંતા પંથકમાં વરૂણદેવને રિઝવવા પોકાર કરી ભજન કીર્તન કરવામાં આવ્યા હતા. દાંતા ગામમાં સજ્જડ બંધ પાડવામાં આવ્યો હતો. મેહુલિયાને જલ્દી પધારવા લોકોએ આજીજી કરી હતી.

બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં ભર ચોમાસે વરસાદ નથી. એક મહિનાથી વરસાદની કાગડોળે રાહ જોતા લોકોએ છેવટે પોકાર શરૂ કરી છે. દાંતા વેપારીઓ રવિવારે સજ્જડ બંધ પાડી સોસાયટી અને મંદિરોમાં ભજન કીર્તન સ્તવન કર્યા હતા.

દાંતા વેપારી સંગઠનના અરવિંદભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગામલોકો અને વેપારીઓ દ્વારા વરસાદ માટે બંધને સમર્થન કરી ધાર્મિક રસ્તો અપનાવ્યો હતો. મંદિર અને મસ્જિદોમાં પહોંચી મેહુલિયાને આજીજી કરી હતી. ઉલ્લેખનીય છે કે, વરસાદની ખેંચને પગલે બનાસકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં ચિંતાજનક સ્થિતિ બની છે.