જરૂરી@બેચરાજી: વેલની ડાળીથી વીજ થાંભલો ઢંકાયો, પ્રિમોન્સુન સામે સવાલ

અટલ સમાચાર, બેચરાજી (ભુરાજી ઠાકોર) બેચરાજી તાલુકાના અનેક ગામોમાં ચોમાસું સિઝને વારંવાર લાઇટો ડુલ થઇ રહી છે. દેવગઢથી ચડાસણા જતાં માર્ગની બાજુમાં વીજ થાંભલાને વેલની ડાળીઓ ઘ્વારા કબજે કરાયો છે. જેનાથી વીજપ્રવાહ ક્ષતિગ્રસ્ત થવાની ભિતિ નજીકના રહેવાસીઓને બની છે. નજીવા વરસાદ વચ્ચે કોઇ કારણોસર વીજપ્રવાહ ક્ષતિગ્રસ્ત થતાં ગામલોકો અંધારાનો સામનો કરે છે. ચોમાસાં પહેલા યુજીવીસીએલ
 
જરૂરી@બેચરાજી: વેલની ડાળીથી વીજ થાંભલો ઢંકાયો, પ્રિમોન્સુન સામે સવાલ

અટલ સમાચાર, બેચરાજી (ભુરાજી ઠાકોર)

બેચરાજી તાલુકાના અનેક ગામોમાં ચોમાસું સિઝને વારંવાર લાઇટો ડુલ થઇ રહી છે. દેવગઢથી ચડાસણા જતાં માર્ગની બાજુમાં વીજ થાંભલાને વેલની ડાળીઓ ઘ્વારા કબજે કરાયો છે. જેનાથી વીજપ્રવાહ ક્ષતિગ્રસ્ત થવાની ભિતિ નજીકના રહેવાસીઓને બની છે. નજીવા વરસાદ વચ્ચે કોઇ કારણોસર વીજપ્રવાહ ક્ષતિગ્રસ્ત થતાં ગામલોકો અંધારાનો સામનો કરે છે. ચોમાસાં પહેલા યુજીવીસીએલ વીજ લાઇનો ચકાસી લે છે, પરંતુ આ સ્થિતિ જોતા સવાલો બન્યા છે.

જરૂરી@બેચરાજી: વેલની ડાળીથી વીજ થાંભલો ઢંકાયો, પ્રિમોન્સુન સામે સવાલ

મહેસાણા જીલ્લાના બેચરાજી તાલુકાના અનેક માર્ગો પરના વીજ થાંભલાઓ સાથે વૃક્ષની ડાળીઓ ટકરાઇ રહી છે. જેનાથી વીજપ્રવાહ અવાર-નવાર ક્ષતિગ્રસ્ત થતા લાઇટો ડુલ થઇ જાય છે. દેવગઢથી ચડાસણા જતાં માર્ગની બાજુમાં વીજ થાંભલાને જોતા યુજીવીસીએલની પ્રિમોન્સુન કામગીરી સવાલોના ઘેરામાં આવી છે. વીજ થાંભલાને વેલની ડાળીઓએ ટોચથી ઢાંકી લીધો છે. જેનાથી વીજપ્રવાહ અટકે તેવી સંભાવના રાહદારીઓ અને નજીકના ગામલોકો માટે બની છે.

જરૂરી@બેચરાજી: વેલની ડાળીથી વીજ થાંભલો ઢંકાયો, પ્રિમોન્સુન સામે સવાલ

સુત્રોએ જણાવ્યુ હતુ કે, અગાઉ પણ પંથકના વીજ થાંભલા સાથે વૃક્ષની ડાળી અડકેલી હોઇ સાપનું મોત થયુ હતુ. આથી બેચરાજી પંથકમાં આવેલી તમામ વીજલાઇનો ચોમાસા અગાઉ મરામત થઇ હતી કે કેમ ? તે મોટો સવાલ બન્યો છે. યુજીવીસીએલની કામગીરી છતાં પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં અવાર-નવાર લાઇટ ગાયબ થતી હોઇ આશંકા બને છે.