જરૂરી@કાગળોઃ ઓરિજનલ સાથે રાખો અથવા ડીજીલોકર એપમાં સંગ્રહ કરવો પડે તેવી નોબત

અટલ સમાચાર, ડેસ્ક દેશ સહિત રાજ્યમાં વાહનચાલકો માટે નવા નિયમો જાહેર થયા છે. હવેથી વાહનચાલકે લાઇસન્સ, રજિસ્ટ્રેશન બુક, પીયુસી સર્ટિફિકેટ ઓરિજનલ સાથે રાખવા પડશે અથવા તો ડીજીલોકર નામની કેન્દ્ર સરકારની એપમાં રાખી શકાશે. ખાસ કરીને નવા દંડ માળખા પછી ડીજીલોકર એપ્સ ડાઉનલોડ કરવાનું પ્રમાણ વધ્યું છે. ડીજી લોકરમાં ડ્રાઈવિંગ લાઈસન્સ, વોટર આઈડીકાર્ડ, સ્કૂલ સર્ટિફિકેટ, પાનકાર્ડ,
 
જરૂરી@કાગળોઃ ઓરિજનલ સાથે રાખો અથવા ડીજીલોકર એપમાં સંગ્રહ કરવો પડે તેવી નોબત

અટલ સમાચાર, ડેસ્ક

દેશ સહિત રાજ્યમાં વાહનચાલકો માટે નવા નિયમો જાહેર થયા છે. હવેથી વાહનચાલકે લાઇસન્સ, રજિસ્ટ્રેશન બુક, પીયુસી સર્ટિફિકેટ ઓરિજનલ સાથે રાખવા પડશે અથવા તો ડીજીલોકર નામની કેન્દ્ર સરકારની એપમાં રાખી શકાશે. ખાસ કરીને નવા દંડ માળખા પછી ડીજીલોકર એપ્સ ડાઉનલોડ કરવાનું પ્રમાણ વધ્યું છે.

ડીજી લોકરમાં ડ્રાઈવિંગ લાઈસન્સ, વોટર આઈડીકાર્ડ, સ્કૂલ સર્ટિફિકેટ, પાનકાર્ડ, આર.સી.બુક, જાતિ સર્ટિફિકેટ, ડોમિસાઈલ સર્ટિફિકેટ વગેરે ડિજીટલ સ્વરૂપે સાચવી શકાય છે. ગમે ત્યાં, ગમે ત્યારે આ એપમાંથી તમે ડોક્યુમેન્ટ જોઇ શકાય છે.

જરૂરી@કાગળોઃ ઓરિજનલ સાથે રાખો અથવા ડીજીલોકર એપમાં સંગ્રહ કરવો પડે તેવી નોબત
advertise

તમારા ડ્રાઇવિંગ લાઇસન્સ તથા અન્ય જરૂરી કાગળિયાને તમારા ફોનના ડીજીલોકર કે એમ.પરિવહન એપમાં સ્ટોર કરીને રાખી શકો છો. ટ્રાફિક પોલીસ જ્યારે માંગે ત્યારે તમે ડીજીલોકરમાં રહેલા ડ્રાઇવિંગ લાયસન્સ સહિતના દસ્તાવેજો બતાવી શકો છે. આવું કરવાથી તમારે દંડની રકમ નહીં ભરવી પડે.