આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી)

પાલનપુર શહેરના ડોક્ટર હાઉસ બિલ્ડીંગ ઉપર અચાનક એક યુવક ચડી ગયો હતો. આપઘાત કરવા જતો હોવાનું સ્થળ ઉપરના લોકોના ધ્યાને આવતા દોડધામ મચી ગઇ હતી. આપઘાત કરવાનો ઇરાદો કે માત્ર સ્ટંટ હોવાની ચર્ચા વચ્ચે ઘટનાની જાણ પોલીસને કરાઇ હતી. જોકે, જોતજોતામાં યુવકે કુદકો લગાવતાં સ્થાનિકોએ અગાઉથી તૈયારી કરેલ જાળીમાં ઝીલી લીધો હતો. જેનાથી યુવકનો બચાવ કરવા સફળતા મળી હતી.

બનાસકાંઠા જીલ્લાના પાલનપુરના ડોક્ટર હાઉસ બિલ્ડીંગ ઉપરથી આપઘાતની કોશિષ થઇ હતી. બપોરે અચાનક કોઇ યુવક મોતનો કુદકો લગાવવા જતો હોવાનું આસપાસના લોકોને ધ્યાને ચડતાં શાંતિથી ઉતરી જવા સમજાવ્યો હતો. ભારે મથામણને અંતે પણ યુવક નહિ માનતા કેટલાકે તાત્કાલિક અસરથી પોલીસને જાણ કરી હતી. જો યુવક કુદકો લગાવે તો શું કરવું ? તેવી ભિતિ પારખી લોકોએ જાળી મંગાવી તૈયારી કરી હતી.

swaminarayan

આ દરમ્યાન યુવકે જાનની પરવાહ કર્યા વિના કુદકો લગાવતાં લોકો અને તંત્ર ઘ્વારા જાળી ફેલાવી ઝીલી લીધો હતો. જેનાથી યુવકનો મોતનો કુદકો આબાદ બચાવમાં પરિણમ્યો હતો.

ઉલ્લેખનિય છે કે, યુવકે અગમ્ય કારણોસર મોત વ્હાલું કરવા આદરેલી તૈયારી સમય સુચકતાને પગલે નાથી શકાઇ હતી. જેનાથી પાલનપુર શહેરમાં દુર્ઘટના ટાળી શકાઇ છે.

પિતાઅ મોબાઇલ ન લઇ આપતા પગલું ભર્યું હોવાની ચર્ચા

આજના આધુનિક યુગમાં મોબાઈલ પાછળ લોકો એટલા ગાંડા ઘેલા થયા છે કે યુવાધન તો પોતાનો મોટાભાગનો સમય મોબાઇલ પાછળ જ વેડફી નાખતુ હોય છે. ત્યારે ઉપરોક્ત બનાવમાં પણ આ યુવકે પોતાના પિતાને મોબાઈલ લઈ આપવાનું કહેતા પિતાની પરિસ્થિતિ આર્થિક રીતે નબળી હોય મોબાઇલ ન લઇ આપતા આ પગલું ભર્યું હોવાનું ટોળામાં ચર્ચાતું હતું.

બે કલાકથી ઉપર ચઢેલા યુવકે પોલીસને પણ દોડધામ કરાવી

ઉપરોક્ત બનાવમાં આ યુવક છેલ્લા બે કલાકથી બિલ્ડિંગ પર ચડી છલાંગ લગાવવાની બીક બતાવતો હતો અને પોલીસ પણ તેની પાછળ પાછળ દોડધામ કરી રહી હતી ત્યારે અંતે તેણે છલાંગ લગાવી દિધી હતી.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code