રિસર્ચઃ મુત્યુ પછી પણ આટલા દિવસ ડેડબોડીમાં જીવિત રહે છે કોરોના

અટલ સમાચાર, ડેસ્ક
નિષ્ણાતોએ શોધ્યું છે કે કોરોના વાયરસ કોઇ પણ મૃતદેહમાં જ્યાં સુધી ફલૂડ એટલે કે તરલ હોય ત્યાં સુધી જીવતો રહે છે. કોઇ પણ કોરાના વાયરસના સંક્રમિતને મૃતદેહને દફનાવવામાં આવે ત્યારે પણ શરીરમાંથી ફલૂડ ખતમ થતા ૩ થી ૪ દિવસ લાગે છે આથી ત્યાં સુધી વાયરસ જીવતો રહી શકે છે. જો કોઇ દફનાવવામાં આવેલા મૃતદેહને બહાર કાઢવામાં આવે તો કોરોના વાયરસ મોં, આંખ કે નાક દ્વારા શરીરમાં સંક્રમણ કરી શકે છે.
આવા સંજોગોમાં દફનાવ્યા પછી પણ તે સ્થળની સુરક્ષા રાખવામાં આવે તે જરુરી છે. મૃતદેહને બાળવો કે દફનાવવો એ હંમેશા વિવાદ અને કલ્ચર ભેદનો વિષય રહ્યો છે. પરંતુ કોરોના મહામારીની રીતે વિચારવામાં આવે તો બંને સુરક્ષિત છે પરંતુ મૃતદેહને અંતિમવિધી વગર પડયો રાખવો જોખમી છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
વિશ્વ આરોગ્ય સંસ્થાએ ઇબોલા વાયરસના સંક્રમણ દરમિયાન એક એડવાઇઝરી બહાર પાડી હતી તે અંર્તગત મૃતકને દફનાવવાની અંતિમવિધી દરમિયાન કેટલીક કાળજી રાખવી જરુરી છે. ઇન્ફેકશન થવાની શકયતા મૃતદેહના અગ્નિ સંસ્કાર વિધી દરમિયાન પણ રહેલી છે મૃતદેહને એક વાર બાળવાની પ્રક્રિયા પુરી થાય પછી કોઇ જ ખતરો રહેતો નથી.
શબમાં 3 થી4 દિવસ કોરોના વાયરસ જીવતો રહેતો હોવાથી આટલા સમય સુધી મૃતદેહ દાટવામાં આવ્યો હોય તે સ્થળે જોખમ રહે છે. જો કે કોરોના વાયરસ મૃતદેહોથી ફેલાય છે એ બાબતે નિષ્ણાતોમાં મતભેદ જોવા મળે છે. કોરોના મુખ્યત્વે રેસ્પિરેટરી સિસ્ટમમાં લિકવિડ,કફ અને લાળ વગેરેથી શરીરમાં ઘૂસે છે પરંતુ કાળજી રાખવામાં આવે તો શબથી ફેલાવાની શકયતા ઓછી રહે છે.