સંશોધન@કચ્છ: બેસાલ્ટ ટેરેનમાં જેરોસાઇટ ધરાવતું દુનિયાનું એકમાત્ર સ્થળ

અટલ સમાચાર, ભુજ કચ્છના જગપ્રસિધ્ધ યાત્રાધામ માતાના મઢ વિસ્તારમાં જેરોસાઈટ ખનીજ મળી આવતા હવે દેશની વૈજ્ઞાનિકો સંસ્થાઓ આઈ.ટી ખડગપુર, સ્પેશ એપ્લિકેશન રિસર્ચ સેન્ટર (ઈસરો) અને નેશનલ જિયોફિજીકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ હૈદરાબાદ આ વિષય પર સંયુક્ત અભ્યાસ હાથ ધરશે. નાસાએ ગુજરાતની ધરતી પર જ મંગળ શોધી કાઢ્યો છે. એટલે કે, મંગળ જેવી જ જમીન શોધી કાઢી છે
 
સંશોધન@કચ્છ: બેસાલ્ટ ટેરેનમાં જેરોસાઇટ ધરાવતું દુનિયાનું એકમાત્ર સ્થળ

અટલ સમાચાર, ભુજ

કચ્છના જગપ્રસિધ્ધ યાત્રાધામ માતાના મઢ વિસ્તારમાં જેરોસાઈટ ખનીજ મળી આવતા હવે દેશની વૈજ્ઞાનિકો સંસ્થાઓ આઈ.ટી ખડગપુર, સ્પેશ એપ્લિકેશન રિસર્ચ સેન્ટર (ઈસરો) અને નેશનલ જિયોફિજીકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ હૈદરાબાદ આ વિષય પર સંયુક્ત અભ્યાસ હાથ ધરશે. નાસાએ ગુજરાતની ધરતી પર જ મંગળ શોધી કાઢ્યો છે. એટલે કે, મંગળ જેવી જ જમીન શોધી કાઢી છે જેમાંથી જેરોસાઇટ ખનીજ પણ મળી આવ્યું છે. જે મંગળ પર છે. સાથે જ તેવા ખડકો પણ મળી આવ્યા છે જે મિશન મંગળ યાન પહેલા સંશોધનનું કેન્દ્ર બન્યું છે. ત્યારે હવે UKથી વૈજ્ઞાનિકો માતાના મઢ પહોંચ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સંશોધન@કચ્છ: બેસાલ્ટ ટેરેનમાં જેરોસાઇટ ધરાવતું દુનિયાનું એકમાત્ર સ્થળ

કચ્છ જીલ્લામાં છેવાડે આવેલા માતાના મઢ વિસ્તારમાં UKના વૈજ્ઞાનિકોએ ધામા નાંખ્યા છે. જેરોસાઇટ ખનીજના સંશોધનથી તેઓ મંગળ ગ્રહ પર પાણીનું અસ્તિત્વ અને સદીઓ પહેલા વાતાવરણમાં ફેરફાર કારણે મંગળ ગ્રહ પર શું બદલાવ થયા હતા? તેના સંશોધન માટે કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. નાસાના વિજ્ઞાનિકો તાજેતારમાં જ અહીં આવ્યા હતા. ત્યારે હવે UKથી વૈજ્ઞાનિકો અહીં પહોંચ્યા છે. તેઓ આ જેરોસાઇટ નામના ખનીજ પર સંશોધન કરશે. આ વૈજ્ઞાનિકો માટીમાં જેરોસાઇટ નામના ખનીજને લઇને સંશોધન કરશે. અમેરિકાના વિજ્ઞાનીઓએ સ્વીકાર્યું છે. માતાનામઢ મંગળ ગ્રહની સિકલ જેવું હાઈડ્રોસ સલ્ફેટ ઓફ પોટેશિયમ અને લોહતત્વના ઘટકોથી જેરોસાઇટ બને છે. સેન્ટ લુઈસ સ્થિત વોશિંગટન યુનિવર્સીટીના વિજ્ઞાનીઓએ કહ્યું છે કે, માતાનામઢ એ મંગળ ગ્રહની બેસ્ટ મિનરોલોજી એનાલોગ છે.

સંશોધન@કચ્છ: બેસાલ્ટ ટેરેનમાં જેરોસાઇટ ધરાવતું દુનિયાનું એકમાત્ર સ્થળ

હવે દેશની નામાંકિત સંસ્થાના વૈજ્ઞાનિકો આ વિષય પર વધુ સંશોધન કરશે. વૈજ્ઞાનિકોનો દાવો એવો પણ છે કે, બેસાલ્ટ ટેરેઈનમાં પૃથ્વી પર માતાનામઢ એક માત્ર એવું સ્થળ છે જ્યાં જેરોસાઇટ મળી આવ્યું છે. મંગળ ગ્રહ અને માતાના મઢની ઈમેજનરી સમાન કચ્છ યુનિવર્સીટીના ભૂસ્તરશાસ્ત્ર વિભાગના વડા ડો.મહેશ ઠક્કરે જણાવ્યું કે, જ્યા માતાનામઢ ખાતે જેરોસાઇટ ધરબાયેલું છે.

સંશોધન@કચ્છ: બેસાલ્ટ ટેરેનમાં જેરોસાઇટ ધરાવતું દુનિયાનું એકમાત્ર સ્થળ

નાસાના છ વૈજ્ઞાનિકો તાજેતરમાં સંશોધનને લઈને કચ્છ આવીને ગયા છે. જોકે મંગળ ગ્રહ પર રોવરે લીધેલી ઇમેજને નાસાએ માતાનામઢ ખાતે તેઓએ કરેલું ઈમેજનરીનું પરિણામ સમાન આવ્યું હતું. હવે અનેક સંશોધકો કચ્છના આંટા મારી રહ્યા છે. આ સંશોધન મંગળ ગ્રહ પર લેન્ડિંગ સાઈટ નક્કી કરવામાં કામ લાગશે. ભવિષ્યના નાસા અને ઇસરોના મિશન દરમ્યાન કઈ જગ્યાએ લેન્ડિંગ સાઈટ નક્કી કરવી તેના પર માતાનામઢનો અભ્યાસ મહત્વનો સાબિત થશે.