રિસર્ચઃ વિટામિન Dની ઉણપથી કોરોનાનું સંક્રમણ અને મોતનો ખતરો વધે છે

અટલ સમાચાર, ડેસ્ક શરીરના તમામ રોગોની મુક્તિ અપાવવામાં વિટામિન ડી મહત્વનો રોલ ભજવે છે. તે લોકોની લડવાની ક્ષમતા વધારે છે. પણ એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે વિટામિન ડીની ઉપણ કે અછતના કારણે કોરોના વાયરસના સંક્રમણનો ખતરો વધી જાય છે. ત્યાં સુધી કે વિટામિન ડીની માત્રા ઓછી હોવાથી પણ કોરોના દર્દીઓની મોતની આશંકા વધી જાય
 
રિસર્ચઃ વિટામિન Dની ઉણપથી કોરોનાનું સંક્રમણ અને મોતનો ખતરો વધે છે

અટલ સમાચાર, ડેસ્ક

શરીરના તમામ રોગોની મુક્તિ અપાવવામાં વિટામિન ડી મહત્વનો રોલ ભજવે છે. તે લોકોની લડવાની ક્ષમતા વધારે છે. પણ એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે વિટામિન ડીની ઉપણ કે અછતના કારણે કોરોના વાયરસના સંક્રમણનો ખતરો વધી જાય છે. ત્યાં સુધી કે વિટામિન ડીની માત્રા ઓછી હોવાથી પણ કોરોના દર્દીઓની મોતની આશંકા વધી જાય છે. તેમ રિસર્ચનું કહેવું છે.

ડેલી મેલમાં છપાયેલી રિપોર્ટ મુજબ બ્રિટનમાં કોરોના વાયરસથી થયેલી મોટ પર રિસર્ચ કર્યા પછી આ જાણકારી મળી છે કે મોટા ભાગના મરનાર લોકોના શરીરમાં વિટામિન ડીની અછત જોવા મળી હતી. વિટામિન ડીની અછતથી કોરોના થનાર લોકોની મોત વચ્ચે સીધી લિંક જોવા મળી હતી. શોધકર્તાઓનું માનવું છે કે કોરોના વાયરસની વિરુદ્ઘની લડાઇમાં વિટામિન ડીને એજ જરૂરી સપ્લિમેન્ટ તરીકે આપવું જોઇએ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રિસર્ચ મુજબ વિટામિન ડીની અછતથી કોરોનાનો શિકાર થનાર દર્દીઓના મોતની આશંકા રહે છે. શોધકર્તાએ 20 યુરોપીયન દેશોમાં કોવિડ 19 દર્દીઓના વિટામિન ડીના સ્તર અને સંક્રમણથી થનારી મોતનું તુલનાત્મક અધ્યન કરીને આ જાણકારી મેળવી છે. વળી જે દેશોના દર્દીઓમાં વિટામિન ડીની માત્રા સૌથી ઓછી હતી તેમની મોતના આંકડા સૌથી વધુ હતા.

જો કે હજી આ રિપોર્ટના આધારે વૈજ્ઞાનિકો તે વાત સાબિત નથી કરી શક્યા કે મોતના કારણે વિટામિન ડીની કેટલું મોટું કારણ સાબિત થઇ શકે છે. આમ છતાં ક્વીન એલિઝાબેથ હોસ્પિટલ ફાઉન્ડેશન ટ્રસ્ટ અને યુનિવર્સિટી ઓફ ઇસ્ટ એન્જલિયાના વૈજ્ઞાનિકોએ પોતાની રિપોર્ટમાં લખ્યું છે કે સાર્સ-Cov2 સંક્રમણના બચાવ માે વિટામિન ડી સપ્લિમેન્ટ આપવું જોઇએ.

ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના સંક્રમણના લક્ષણોમાં શરીરનો દુખાવો અને તાવ સામાન્ય લક્ષણમાં રહે છે. આ થાક હાડકાના દુખાવા કારણે પણ હોઇ શકે અને વિટામિન ડીની અછતથી પણ હાડકા દુખાવો કે નબળું રહે છે. વિટામિન ડીના કારણે તણાવ પણ વધે છે. તો ડિપ્રેશન અને સ્ટ્રેસની સમસ્યા પણ રહે છે. વળી વિટામિન ડી તમારા મૂડ સ્વિંગ્સ પર પણ અસર કરે છે. માટે કોરોના વાયરસના આ સમયે તમારી પણ વહેલી સવારના કુમળા તડકામાં થોડી વાર ધૂપ લેવી જોઇએ. જોથી વિટામિન ડીની ઉપણની સમસ્યા ના થાય. ત્યારે આ રિપોર્ટમાં જણાવ્યા મુજબ વિટામિન ડીની ઉપણ અને કમીના કારણે કોરોના વાયરસ સંક્રમણની સંભાવના વધે છે.