આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,મહેસાણા

પાટીદાર સમાજની સંસ્થા એસ.પી.જી દ્વારા રવિવારે સમગ્ર ગુજરાતના એસપીજી સંગઠનના હોદ્દેદારોની હાજરીમાં મહેસાણામાં બેઠક મળી હતી. જેમાં 4 મુદ્દા સાથે લાલજી પટેલ દ્વારા સરકારને માંગ કરવામાં આવી છે. જયા સુધી આ ચાર મુદ્દા નહી ઉકેલાય ત્યા સુધી આંદોલન ચાલુ છે અને રહેશે તેમ લાલજી પટેલે જણાવ્યું હતું.

અનામત આંદોલનના એપી સેન્ટર મહેસાણામાં એસપીજીની બેઠક આયોજિત કરાઈ હતી. ત્યારે ફરીવાર અનામત આંદોલનના અણસાર મહેસાણામાં જોવા મળ્યા છે. મોટી સંખ્યામાં પાટીદાર સમાજ અને ખાસ કરીને અનામત આંદોલનમાં જોડાયેલા અને એસપીજી સંસ્થા સાથે સંકળાયેલા તમામ હોદેદારોની એક બેઠક મહેસાણામાં મળી હતી.

અનામત આંદોલન બાદ એસપીજી દ્વારા બેઠક મહેસાણાના જીઆઈડીસી ફેઝ-2માં કરવામાં આવી હતી. ‘જય સરદાર જય પાટીદાર, જય માં ઉમા ખોડલ’ના નારા સાથે મહેસાણામાં ફરી અનામત અંદોલન જોવા મળ્યું હતું. SPGનું મહેસાણામાં ચૂંટણીના પરિણામ પહેલા આ કાર્યકર્તા સ્નેહ મિલનના નામે શક્તિ પ્રદર્શન રવિવારે કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં પાટીદારો દેખાયા હતા. SPG અધ્યક્ષ લાલજી પટેલની અધ્યક્ષતામાં આ સંમેલન યોજાયું હતું. જેમાં ગુજરાતના 4 ઝોનના કાર્યકર્તાઓ સાથે સંગઠન મજબૂત કરવા સહિત સરકાર પર દબાણ લાવવા આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

બેઠકમાં ચાર મુદ્દાના એજન્ડામાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન શહીદ યુવકોના પરિવારને નોકરી આપવી, પોલીસ દમનમાં યોગ્ય કાર્યવાહી કરવી, પાટીદારો વિરુદ્ધ થયેલ ફરિયાદો પરત લેવા સહિત, જેલમાં બંધ પાટીદાર યુવકોને મુક્ત કરવા તજવીજ કરવાની માંગ ઉચ્ચારવામાં આવી હતી. જેમાં ચૂંટણીના પરિણામ બાદ ટૂંક સમયમાં આંદોલનના કાર્યક્રમો પણ થશે તેમ લાલજી પટેલે જણાવ્યું હતું.

કાર્યક્રમમાં પાટીદાર યૂથ ફાઉન્ડેશનના ગુજરાતના પ્રમુખ જગદીશ પટેલે પણ ટેકો જાહેર કર્યો હતો. જ્યારે આ સભામાં સરકાર પર દબાણ કઈ રીતે લાવી શકાય. જેવા મુદ્દા સહિત અનામાતની માંગ વધુ તેજ કરવા અને સરકાર જે પણ આવે તેમાં કઈ રીતે રજૂઆત કરવી અને આવનારા સમયમાં કોઈના કહેવા પર નહિ, પરંતુ સમાજના ઉત્થાન અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ કાયદાની આટીઘૂંટી સમજવા માટે સમાજના નિષ્ણાતો દ્વારા ચર્ચા પણ કરવામાં આવી હતી.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code