મેરવાડા થી વાયા વડગામ થઇને હિંમતનગરના નેશનલ હાઇવેનુ કામ છેલ્લા ર વર્ષથી અટવાતા સ્થાનિકોમા રોષ

અટલ સમાચાર,વડગામ પાલનપુર નજીક આવેલા મેરવાડા ગામ થી વાયા વડગામ થઇને હિમંતનગર જતા રોડને નેશનલ હાઇવે મંજુર કરાયો છે. ૫૮ નેશનલ હાઇવે નુ કામ આશરે બે વર્ષ જેટલા સમય પહેલા આ રોડને પહોળો બનાવવાની કામગીરી આરંભી હતી. જેમાં મેરવાડાથી વડગામ સુધી ના માર્ગ ઉપર આવેલા જુના નાળા ઓ ઉપર રોડનુ તોડફોડ કરીને નવા નાળા નાખવામાં
 
મેરવાડા થી વાયા વડગામ થઇને હિંમતનગરના નેશનલ હાઇવેનુ કામ છેલ્લા ર વર્ષથી અટવાતા સ્થાનિકોમા રોષ

અટલ સમાચાર,વડગામ

પાલનપુર નજીક આવેલા મેરવાડા ગામ થી વાયા વડગામ થઇને હિમંતનગર જતા રોડને નેશનલ હાઇવે મંજુર કરાયો છે. ૫૮ નેશનલ હાઇવે નુ કામ આશરે બે વર્ષ જેટલા સમય પહેલા આ રોડને પહોળો બનાવવાની કામગીરી આરંભી હતી. જેમાં મેરવાડાથી વડગામ સુધી ના માર્ગ ઉપર આવેલા જુના નાળા ઓ ઉપર રોડનુ તોડફોડ કરીને નવા નાળા નાખવામાં આવ્યા હતા અને રોડની સાઇડોમાં મેટલ નાખવામાં આવ્યા હતા. પરંતુ આ નેશનલ હાઇવેની કામગીરી છેલ્લા બે વર્ષથી અટકી પડતા રોડની વચ્ચે તોડફોડ કરીને નાખવામાં આવેલા નાળાની જગ્યા ઉપર તુટેલા રોડ ઉપર માત્ર ખાડા પુરીને નેશનલ હાઇવે ઓથોરીટીના સત્તાધીશો દ્રારા સંતોષ માની લેવાયો છે. આ સાથે રોડની સાઇડોમાં મેટલો જૈસે થૈ સ્થિતિમાં રહેવા પામ્યા છે.

મેરવાડા થી વાયા વડગામ થઇને હિંમતનગરના નેશનલ હાઇવેનુ કામ છેલ્લા ર વર્ષથી અટવાતા સ્થાનિકોમા રોષ

આ રોડનુ કામ નેશનલ હાઇવે ઓથોરીટીના સત્તાધીશો તેમજ કોન્ટ્રાકટરના આયોજનના અભાવે અટકી જવા પામ્યો હોવાનું સ્થાનિકો જણાવી રહયા છે. જેના કારણે રોડ પરથી સવાર સાંજ પસાર થતાં અનેક વાહન ચાલકોને મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. છેલ્લા બે વર્ષથી ખોરંભે ચડેલા આ રોડની નેશનલ હાઇવે ઓથોરીટીના ઉચ્ચ અધિકારીઓ દ્રારા તપાસ હાથ ધરીને કામ ફાળવવામાં આવેલ એજન્સીને બ્લેક લિસ્ટમાં મુકીને આ રોડનુ કામ ઝડપથી શરુ કરીને તમામ રોડને પેવર કરાય તેવી માંગ લોકોમાં ઉઠવા પામી છે.