હાલાકી@કડીઃ પાણી મુદ્દે નગર પાલિકામાં મહિલાઓનો હલ્લાબોલ

અટલ સમાચાર.કડી કડીમાં શાંતિ રેસિડેન્ટના રહીશોને છેલ્લા કેટલાક સમયથી પુરતુ પાણી નહી મળતા આજે નગરપાલિકા કચેરીમાં પહોચી હોબાળો મચાવ્યો હતો. જેને લઇને તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. કડી નગરપાલિકાની વહિવટી નિષ્ફળતા છતી થવા જઇ રહી છે. સત્તાધીશો દ્વારા પ્રજાજનોના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવતુ ન હોવાની અનેક ફરિયોદો ઉઠવા પામી છે. પાલિકામાં ચુંટાયેલા કોર્પોરેટરો દ્વારા
 
હાલાકી@કડીઃ પાણી મુદ્દે નગર પાલિકામાં મહિલાઓનો હલ્લાબોલ

અટલ સમાચાર.કડી
કડીમાં શાંતિ રેસિડેન્ટના રહીશોને છેલ્લા કેટલાક સમયથી પુરતુ પાણી નહી મળતા આજે નગરપાલિકા કચેરીમાં પહોચી હોબાળો મચાવ્યો હતો. જેને લઇને તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી.

હાલાકી@કડીઃ પાણી મુદ્દે નગર પાલિકામાં મહિલાઓનો હલ્લાબોલ
કડી નગરપાલિકાની વહિવટી નિષ્ફળતા છતી થવા જઇ રહી છે. સત્તાધીશો દ્વારા પ્રજાજનોના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવતુ ન હોવાની અનેક ફરિયોદો ઉઠવા પામી છે. પાલિકામાં ચુંટાયેલા કોર્પોરેટરો દ્વારા પણ પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવવાને બદલે આખઆડા કાન કરવામાં આવી રહ્યા છે. શહેરના શાંતી રેસિડેન્સીના રહીશોને છેલ્લા ઘણા સમયથી પાણી મળતુ ન હોવાથી ત્રાહીમામ પોકારી ગયા હતા. વારંવાર રજુઆત છતાં જનતાની સમસ્યાનો કોઇ ઉકેલ આવતો ન હતો. 4 વખત આવેદન પત્ર આપ્યુ હોવા છતાં પણ તંત્ર દ્વારા કોઇ નિરાકરણ કરવામાં આવ્યુ ન હતુ .જેથી રોષે ભરાયેલા શાંતિ રેસિડેન્ટના રહીશો આજે કડી નગરપાલિકા કચેરી પહોચ્યા હતા. કચેરી બહાર મોટી સંખ્યામાં પહોચેલી મહિલાઓએ હલ્લાબોલ કરતા દોડધામ મચી ગઇ હતી.
શાંતિ રેસીડેન્ટની મહિલાઓએ જણાવ્યુ હતુ કે અમે ટેન્કરના રૂપિયા ચુંકવીને પાણી મંગાવવું પડે છે. વેરો ભરવા છતાં પણ અમને નગરપાલિકાના પાણીના ટેન્કરના અલગથી રૂપિયા ચુકવવા પડે છે. અમારી સમસ્યાનું નિરાકરણ આવતુ નથી.