પડઘો@આંબલિયાસણ: રેલવે કોલોનીમાં દેખાવ પુરતી કામગીરી જોવા મળી

અટલ સમાચાર, આંબલિયાસણ (કિશોર ગુપ્તા) મહેસાણા તાલુકામાં આવેલ આંબલિયાસણ રેલવે કોલોનીમાં નવીન બનાવાયેલ કુંડીઓ એક માસમાં ઉભરાવવા લાગી હોવાનો અહેવાલ અટલ સમાચાર ન્યૂઝ પોર્ટલે રજૂ કર્યા હતા. જેને લઇ રેલ્વે આરોગ્ય વિભાગ દ્વારા કોલોનીમાં દવાનો છંટકાવ કરી ગટરની કુંડીઓની સાફ-સફાઈ આદરી હતી. જોકે રેલવે કોલોનીના બીજા વિભાગમાં ગંદકી જોવા મળી હતી. મતલબ એવો થયો કે,
 
પડઘો@આંબલિયાસણ: રેલવે કોલોનીમાં દેખાવ પુરતી કામગીરી જોવા મળી

અટલ સમાચાર, આંબલિયાસણ (કિશોર ગુપ્તા)

મહેસાણા તાલુકામાં આવેલ આંબલિયાસણ રેલવે કોલોનીમાં નવીન બનાવાયેલ કુંડીઓ એક માસમાં ઉભરાવવા લાગી હોવાનો અહેવાલ અટલ સમાચાર ન્યૂઝ પોર્ટલે રજૂ કર્યા હતા. જેને લઇ રેલ્વે આરોગ્ય વિભાગ દ્વારા કોલોનીમાં દવાનો છંટકાવ કરી ગટરની કુંડીઓની સાફ-સફાઈ આદરી હતી. જોકે રેલવે કોલોનીના બીજા વિભાગમાં ગંદકી જોવા મળી હતી. મતલબ એવો થયો કે, અહેવાલ વાળી જગ્યાએ દેખાવપુરતી કામગીરી કરાઇ હતી.

મહેસાણના આંબલીયાસણ રેલવે સ્ટેશન કોલોનીમાં ગટર ઉભરાવાનો અહેવાલ અટલ સમાચારે પ્રસિધ્ધ કર્યો હતો. જેને લઇ રેલ્વેનું આરોગ્ય તંત્ર જાગ્યું હતુ અને તાત્કાલિક અસરથી રેલ્વે કોલોનીમાં દવાનો છંટકાવ કરી ગટરની કુંડીઓની પણ સફાઈ કરાઇ હતી. તેની સામે સ્થાનિકો જણાવી રહ્યા છે કે, આરોગ્ય તંત્રએ નાની કુંડીઓ સાફ કરી હતી. પરંતુ મોટી કુંડીઓની સફાઇ ન કરવાથી કોલોનીમાં ગંદકી યથાવત જોવા મળી હતી. જોકે કોલોનીમાં રહેતા કર્મચારીઓ પણ ગંદકી અને મચ્છરથી ભારે પરેશાની ભોગવી રહ્યાનું જણાવી રહ્યા છે.

શું કહે છે ગામના સરપંચ ?

સમગ્ર બાબતે આંબલિયાસણના સરપંચ મહેશભાઈને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, રેલવેના સંલગ્ન વિભાગ સાથે મારે ચર્ચા થઈ છે. ગામનો કચરો ઉઠાવવા માટે જેસીબી મશીનનો ઉપયોગ કરાશે. તેમજ રેલવે અધિકારીઓની જાણકારી હેઠળ આ સમસ્યાનું કાયમી નિકાલ સુધી પહોંચી ગયા છીએ.

પડઘો@આંબલિયાસણ: રેલવે કોલોનીમાં દેખાવ પુરતી કામગીરી જોવા મળી