આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા શહેરમાં આવેલી પ્રેમવતી નામની રેસ્ટોરન્ટમાં કેરીનો રસ પપૈયાથી મિશ્રિત છે કે કેમ તેવા સવાલોથી મુંઝવણભરી સ્થિતિ બની છે. રૂપિયા 25 માં મળતો એક ગ્લાસ કેરીની કઇ જાતનો છે તે ખ્યાલ આવતો નથી. રસ સાથે પપૈયાનો સ્વાદ આવતાં અનેક સવાલો ઉભા થયા છે.

કેસર સહિતની કેરીની વિવિધ જાતનો સ્વાદ અલગ-અલગ હોય છે. ઉત્તર ગુજરાતનાં બજારોમાં કેસર, બદામ અને હાફુસ કેરીનો રસ હોવાના દાવા વચ્ચે ગ્રાહકો રસ પી રહ્યા છે. જોકે આવી સ્થિતિ મહેસાણા શહેરમાં ન હોવાની દલીલ સામે આશંકા ઉભી થઇ છે.

marutinadan restorant

મહેસાણા શહેરના સ્વામિનારાયણ મંદિર સંચાલિત પ્રેમવતી નામની રેસ્ટોરન્ટમાં રૂપિયા 25 માં એક કેરીનો ગ્લાસ મળે છે. રસમાં કેરી સાથે પપૈયાનો ઉપયોગ થાય છે કે નહિ તેવા સવાલો ઉભા થયા છે. ઠંડો રસ એકદમ ધ્યાનથી પીવામાં આવે ત્યારે કેરી સાથે પપૈયાનો સ્વાદ આવી રહ્યો છે.

કેરીના રસમાં પપૈયાનો ઉપયોગ થાય કે ક્યારેય ન થાય તેવી દલીલો વચ્ચે પ્રતિષ્ઠાનો પ્રશ્ન પણ ઊભો થયો છે. જેથી ખાદ્ય અને ઔષધ તંત્ર અને સ્વામિનારાયણ સંસ્થાએ જન આરોગ્ય માટે શંકાસ્પદ બાબતોનું સમાધાન કરવાની નોબત આવી છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code