રાજ્યમાં પ્લાસ્ટિક બેગનો પ્રતિબંધિત છતાં બેરોકટોક વેચાણ

અટલ સમાચાર, ડેસ્ક કેન્દ્રના સ્વચ્છતા સર્વેક્ષણ-ર૦૧૯ તરફ મ્યુનિસિપલ સત્તાવાળાઓએ પોતાનું સમગ્ર ધ્યાન કેન્દ્રિત કરતાં શહેરમાં પ્રતિબંધિત ઝભલાં થેલી, પેપર કપ વગેરેનું વેચાણ બેરોકટોક પણે થવા લાગ્યું હતું. આ અંગે ઊહાપોહ થતાં હવે સત્તાધીશોએ પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે પુનઃઅભિયાન શરૂ કર્યું છે. મ્યુનિસિપલ કમિશનરે શાક માર્કેટ પાનના ગલ્લા વગેરે સ્થળોએથી પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની સૂચના તમામ ઝોનના
 
રાજ્યમાં પ્લાસ્ટિક બેગનો પ્રતિબંધિત છતાં બેરોકટોક વેચાણ

અટલ સમાચાર, ડેસ્ક

કેન્દ્રના સ્વચ્છતા સર્વેક્ષણ-ર૦૧૯ તરફ મ્યુનિસિપલ સત્તાવાળાઓએ પોતાનું સમગ્ર ધ્યાન કેન્દ્રિત કરતાં શહેરમાં પ્રતિબંધિત ઝભલાં થેલી, પેપર કપ વગેરેનું વેચાણ બેરોકટોક પણે થવા લાગ્યું હતું. આ અંગે ઊહાપોહ થતાં હવે સત્તાધીશોએ પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે પુનઃઅભિયાન શરૂ કર્યું છે. મ્યુનિસિપલ કમિશનરે શાક માર્કેટ પાનના ગલ્લા વગેરે સ્થળોએથી પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની સૂચના તમામ ઝોનના ‌એસ્ટેટ વિભાગને આપી છે. જો કે એસ્ટેટ વિભાગ હજુ હરકતમાં આવ્યો નથી.

હેલ્થ વિભાગ દ્વારા પોતાના ઝોનમાં ધમધમતી હોટલ રેસ્ટોરાંને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટે નોટિસ ફટકારાઇ રહી છે. પ્રતિબંધિત પ્લાસ્ટિકને જપ્ત કરવાની ઝુંબેશને સઘન કરવાની તાકીદ કમિશનર વિજય નહેરાએ આપી હોઇ હેલ્થ, સોલિડ વેસ્ટ વિભાગ અને એક બે ઝોનના આસિસ્ટન્ટ કમિશનર કંઇક અંશે ‘ફિલ્ડવર્ક’ કરતા હોવાનું ચર્ચાઇ રહ્યું છે પરંતુ એસ્ટેટ વિભાગે હજુ આળસ ખંખેરી નથી.

દશ બાર દિવસ પહેલાં પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ સી.જી. રોડ, રાણીપ શાકમાર્કેટ વગરે વિસ્તારોમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા ફેરિયાઓનો માલસામાન પણ જપ્ત કર્યા હતો, પરંતુ હવે આ ઝુંબેશ નબળી પડી હોવાની ચર્ચા ઊઠી છે. આ અંગે સ્ટેન્ડિંગ કમિટીમાં ભાજપના સભ્યોએ નારાજગી વ્યક્ત કરી હોવાનું પણ જાણવા મળ્યું છે.