આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની મત ગણતરી થઇ રહી છે. મોટાભાગે રાજ્યભરમાં ભાજપનો ભગવો લહેરાઈ રહ્યો છે. શહેરો બાદ ગામડાંઓમાં પણ મોદીના નામે ભાજપને ખોબલે ને ખોબલે મત મળ્યાં છે. બહુચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોરના મત વિસ્તારમાં ભાજપે ગાબડું પડ્યું છે. બેચરાજી અને જોટાણા તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો છે. જ્યારે ભરતજીના વતન વિરસોડા-રામપુરામાં પણ ભાજપ જીત્યું છે. આ સાથે બેચરાજી અને જોટાણા જિલ્લા પંચાયતની બેઠક પણ ભાજપે છીનવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના બેચરાજીના કોંગ્રેસી ધારાસભ્ય ભરતજી ઠાકોરના વિસ્તારમાં પણ કોંગ્રેસની ભૂંડી હાર થઇ છે. વર્ષ 2015માં કોંગ્રેસનો જે જગ્યાઓ પર વિજય થયો હતો ત્યાં આ વખતે ભાજપ કોંગ્રેસના સુપડાં સાફ કરી રહી છે. ત્યારે બેચરાજીના કોંગ્રેસના ધારાસભ્ય ભરતજી ઠારોરના વતન વિરસોડા-રામપુરા અને જોટાણા તાલુકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. આ સાથે બેચરાજી અને જોટાણા જિલ્લા પંચાયતની બેઠક પણ ભાજપે છીનવી છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code