આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

ગુજરાત વિધાનસભાની પેટા-ચૂંટણી તમામ બેઠક પર ભાજપની જીત થઈ છે. રાજ્યસભાની ચૂંટણીમાં કૉંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામું ધરી દેતાં આ બેઠકો ખાલી પડી હતી. આઠમાંથી પાંચ બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ આયાતી એટલે કે કૉંગ્રેસમાંથી આવેલા ઉમેદવારને ટિકિટ આપી હતી. આ તરફ આજે જાહેર થયેલા પરિણામમાં સૌથી વધુ 60 હજારની લીડથી ડાંગ બેઠકના ભારતીય જનતાપાર્ટીના ઉમેદવારનો વિજય થયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાતની ડાંગ બેઠક પર પેટાચૂંટણીની મતગણતરી પૂર્ણ થયા બાદ ભાજપના ઉમેદવાર વિજય પટેલ 60,095 મતની જંગી લીડથી વિજેતા થયા છે. તેમની સામે કૉંગ્રેસના ઉમેદવાર સૂર્યકાંત ગાવિત ચૂંટણી લડ્યા હતા. ભાજપના ઉમેદવારને કુલ 94,006 મત જ્યારે કૉંગ્રેસ ઉમેદવારને કુલ 33,911 મત મળ્યા છે. કુલ 1,35,098 મત પૈકી 2,939 મત નોટામાં ગયા છે.

આ તરફ કપરાડા બેઠક પર ભાજપના ઉમેદવાર જીતુભાઈ ચૌધરીનો ઐતિહાસિક વિજય થયો છે. જીતુભાઈ ચૌધરી 46,580થી વધુ લીડથી વિજેતા થયા છે. જીતુભાઈ ચૌધરીની કપરાડા વિધાનસભા બેઠક પર સતત પાંચમી જીત થઈ છે. લીંબડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં 42 રાઉન્ડનાં અંતે ભાજપના ઉમેદવાર કિરીટ સિંહ રાણાનો 31,539 મતની લીડ સાથે વિજય થયો છે. કિરીટસિંહ રાણાને કુલ 87,747 મત મળ્યા છે. જ્યારે કૉંગ્રેસના ઉમેદવાર ચેતનભાઇ ખાચરને કુલ 56,208 મત મળ્યા છે. આ બેઠક પર 3,558 મત નૉટામાં પડ્યા છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, મોરબીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બ્રિજેશ મેરજાને કુલ 64,711 મત મળ્યા છે. જ્યારે કૉંગ્રેસના ઉમેદવાર જયંતીલાલ પટેલને કુલ 60,062 મત મળ્યા છે. આ રીતે બ્રિજેશ મેરજાનો 4,649 મતની લીડથી વિજય થયો છે. કરજણમાં ભાજપના ઉમેદવાર અક્ષય પટેલને કુલ 76,831 મત મળ્યાં. કૉંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાને કુલ 60,422 મત મળ્યા છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અક્ષયપટેલનો 16,409 મતોથી વિજય થયો છે.

આ તરફ ગઢડામાં 28 રાઉન્ડના અંતે ભારતીય જનતા પાર્ટીના આત્મારામ પરમારનો 24,020 મતથી વિજય થયો. કુલ 2,977 મતો નોટામાં પડ્યાં. તો અબડાસા બેઠક પર કૉંગ્રેસમાંથી આવેલા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાને કુલ 71,848 મત મળ્યાં હતા. જ્યારે કૉંગ્રેસના ઉમેદવાર ડૉક્ટર શાંતિલાલ સેંઘાણીને કુલ 35,070 મત મળ્યા હતા. આ બેઠક પર અફક્ષ ઉમેદવાર હનિફ પડ્યારને 26,463 મત મળ્યા છે. બેઠક પર પ્રદ્યુમનસિંહનો 36,778 મતથી વિજય થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code