પરિણામ@જામનગર: મનપાની ચૂંટણીમાં ભાજપને પછાડી બસપાના 3 ઉમેદવારોએ સીટ કબ્જે કરી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોનાકાળ વચ્ચે ગત રવિવારે યોજાયેલ મહાનગરપાલિકાની ચૂંટણી બાદ આજે મતગણતરી ચાલુ છે. જેમાં જામનગરથી ભાજપ માટે નિરાશાજનક સમાચાર સામે આવી રહ્યા છે. ભાજપના ગઢમાં માયાવતીની બસપા પાર્ટી ગાબડું પાડવામાં સફળ રહી છે. જામનગર વોર્ડ નંબર 6 માં બસપાના ત્રણ ઉમેદવારોએ સીટ કબ્જે કરી છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં
 
પરિણામ@જામનગર: મનપાની ચૂંટણીમાં ભાજપને પછાડી બસપાના 3 ઉમેદવારોએ સીટ કબ્જે કરી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોનાકાળ વચ્ચે ગત રવિવારે યોજાયેલ મહાનગરપાલિકાની ચૂંટણી બાદ આજે મતગણતરી ચાલુ છે. જેમાં જામનગરથી ભાજપ માટે નિરાશાજનક સમાચાર સામે આવી રહ્યા છે. ભાજપના ગઢમાં માયાવતીની બસપા પાર્ટી ગાબડું પાડવામાં સફળ રહી છે. જામનગર વોર્ડ નંબર 6 માં બસપાના ત્રણ ઉમેદવારોએ સીટ કબ્જે કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાત રાજ્યમાં 6 મહાનગર પાલિકા માટે મત ગણતરી ચાલી રહી છે. ત્યારે ભાજપનો ભગવો લહેરાતો જોવા મળી રહ્યો છે. જામનગર વોર્ડ નંબર 6 માં બસપાના ત્રણ ઉમેદવારોએ સીટ કબ્જે કરી છે. વોર્ડ નંબર 6 ભાજપનો ગઢ હતો, બસપાના રાહુલ રાયધન, ફુરકાન શેખ, જયોતીબેન ભારવાડીયાનો વિજય, જયારે ચોથા ઉમેદવાર ભાજપ ના જયુબા ઝાલા વિજેતા બન્યા છે.

પરિણામ@જામનગર: મનપાની ચૂંટણીમાં ભાજપને પછાડી બસપાના 3 ઉમેદવારોએ સીટ કબ્જે કરી
જાહેરાત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ભાજપના રમાબેન ચાવડા, ભાયાભાઈ ડેર અને દીપકસિંહ ચૌહાણે હારનો સામનો કરવો પડ્યો છે. વોર્ડ નંબર 6માં ભાજપે નવા માપદંડોના આધારે રમાબેન ચાવડા સિવાય ત્રણ નવા ચહેરાઓને ટિકિટ આપી હતી. ચાર ઉમેદવારમાંથી ફક્ત જયુબા ઝાલા જ જીત મેળવવામા સફળ રહ્યા છે.તો બીજી તરફ ભાજપે ટિકિટ ના આપતા નારાજ થઈ રાજીનામુ આપી બસપામાંથી ચૂંટણી લડનારા જ્યોતિબેન ભારવાડિયાની જીત થઈ છે.