પરિણામ@કડી: પાલિકામાં 36માંથી 35 બેઠકમાં ભાજપનો ભગવો લહેરાયો, કોંગ્રેસને માત્ર 1 જ સીટ

અટલ સમાચાર ડોટ કોમ, કડી
કડી પાલિકાની ચૂંટણીમા ભાજપનો ભવ્ય વિજય થયો છે. કુલ 9 વોર્ડની 36 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. 36 માંથી 35 પર ભાજપનો વિજય થયો છે. વોર્ડ નંબર પાંચમાં એક બેઠક કોંગ્રેસને મળી છે. કડી વોર્ડ નંબર 2ની ભાજપની પેનલનો વિજય થયો છે. વોર્ડ નંબર 2માં 3 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી જેમાં વોર્ડ નંબર બેની પેનલ વિજય થઈ છે. કડી નગરપાલિકાના વોર્ડ નંબર બેમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો. તો નગરપાલિકાના વોર્ડ નંબર 4ની ભાજપની પેનલ જીતી છે. વોર્ડ નંબર ચારમાં બે બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. જ્યારે બે ઉમેદવારો બિનહરીફ આવ્યાં હતાં અને બે બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી જ્યારે સામે આપનાં ઉમેદવારની હાર થઈ છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
મહેસાણા જીલ્લાની જોટાણા તાલુકા પંચાયત એક નંબર સીટ પર કોગ્રેસનો વિજય થયો છે. નવીનભાઇ પરમારનો 106 મતથી વિજય થયો છે. આ તરફ બહુચરાજી તાલુકા પંચાયતમાં બહુચરાજી 1 અને બહુચરાજી 2 સીટ પર ભાજપના ઉમેદવારની જીત થઈ છે. તો બહુચરાજી જિલ્લા પંચાયતમાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે. મહેસાણામાં ખરાખરીના ખેલ વચ્ચે અર્બન સ્કૂલની બહાર ભાજપ-કોંગ્રેસના કાર્યકરોની ભીડ જોવા મળી રહી છે. જેને પગલે મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે.