Result@Loksabha: પાટણમાં ભાજપના ભરતસિંહ ડાભી 41423 મતોથી આગળ

અટલ સમાચાર,પાટણ પાટણ લોકસભા બેઠક પર આ વખતે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ખરાખરીનો ચૂંટણી જંગ મંડાયો છે. ગુજરાતમાં તમામ બેઠકો પર ભાજપ આગળ ચાલી રહ્યુ છે. પાટણમાં કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોર સામે ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી વચ્ચે જંગ ખેલાઇ રહ્યો છે. આ બેઠક પર જગદીશ ઠાકોરનું લોકોને સમર્થન મળતું દેખાઈ રહ્યું છે. નરેન્દ્ર મોદીએ પ્રચારના
 
Result@Loksabha: પાટણમાં ભાજપના ભરતસિંહ ડાભી 41423 મતોથી આગળ

અટલ સમાચાર,પાટણ

પાટણ લોકસભા બેઠક પર આ વખતે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ખરાખરીનો ચૂંટણી જંગ મંડાયો છે. ગુજરાતમાં તમામ બેઠકો પર ભાજપ આગળ ચાલી રહ્યુ છે. પાટણમાં કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોર સામે ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી વચ્ચે જંગ ખેલાઇ રહ્યો છે. આ બેઠક પર જગદીશ ઠાકોરનું લોકોને સમર્થન મળતું દેખાઈ રહ્યું છે.

નરેન્દ્ર મોદીએ પ્રચારના અંતમાં પાટણની બેઠક પર પ્રચાર કરીને ઉમેદવારોને જીત અપાવવા અપીલ કરી હતી. છતાં ગામડાઓમાં ઠાકોરની મહેનત રંગ લાવતી દેખાઈ રહી છે. અલ્પેશ ઠાકોરની ઠાકોર સેનાએ પાટણ બેઠક પર તેનો સાથ છોડી દીધો હતો. તેવામાં જગદીશ ઠાકોરની જીત નિશ્ચિત મનાય છે. પરંતુ આખરી નિર્ણય તો પરિણામ સામે આવે ત્યારે જ ખબર પડશે.

આ બેઠક ઉપર ૪.૫૦ લાખ ઠાકોર મતદારો છે. કદાચ, આ કારણે જ ઠાકોર મતદારોને આકર્ષવા બંને પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે ! પાટણ જિલ્લામાં વર્ષોથી કોંગ્રેસનો દબદબો રહ્યો છે. ૧૯૬૭થી ૨૦૦૪ સુધી એસસી અનામત બેઠક રહી હતી. ૨૦૦૯થી સામાન્ય બેઠકમાં સમાવેશ થયો છે. ૨૦૧૪માં ભાજપના લીલાધર વાઘેલા કોંગ્રેસના ભાવસિંહ રાઠોડ સામે વિજેતા બન્યા હતા.