આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,મહેસાણા

મહેસાણા લોકસભાએ મોદીનું હોમગ્રાઉન્ડ હોવાથી ભાજપે ભારે કમર કસી છે. ભાજપ પૂર્વ ઉદ્યોગમંત્રી સ્વ. અનિલ પટેલના ધર્મપત્ની શારદાબેન પટેલ અને કોંગ્રેસના એ જે પટેલ વચ્ચે ટક્કર છે. ભાજપ અને કોગ્રેસે જ્યા પાટીદાર ઉમેદવારને મેદાને ઉતાર્યા છે. શારદાબેન પટેલ નાનાબાર કડવા પાટીદાર સમાજમાંથી આવે છે. શારદાબેન હાલમાં સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે.

college danodarada

ઉત્તર ગુજરાતમાં કુલ 8971 મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં 38,77,319 પુરુષ, 36,02,076 મહિલા અને 110 અન્ય મળી કુલ 74,79,505 મતદારો નોંધાયાં હતા. જે ભાજપ -કોંગ્રેસ સહિતના 48 ઉમેદવારોનું ભાવિ નક્કી કરવા મતદાન કર્યું હતું.

ગુજરાતમાં લોકસભાની કુલ 26 સીટ છે. મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે. અમિત શાહ જેવા દિગ્ગજ આ વખતે ગુજરાતમાં પોતાનુ નસીબ અજમાવી રહ્યા છે. 2014માં બીજેપીએ બધી 26 સીટો પર વિજય મેળવ્યો હતો. સ્થાનિક ભાજપમાં ઊભી થયેલી નારાજગી લોકસભા બેઠકમાં ભાજપને કેટલી નડે છે તે જોવું રહ્યું. હાર્દિકનો પ્રભાવ કેટલો રહેશે એ પણ પરિણામોમાં નક્કી થશે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code