રીઝલ્ટ@મોડાસા: પાલિકામાં AIMIMની એન્ટ્રી, 9 બેઠક પર જીત મળતાં વિપક્ષમાં બેસશે

અટલ સમાચાર ડોટ કોમ, મોડાસા
ગુજરાતમાં મહાનગરપાલિકામાં 7 બેઠક જીત્યા પછી અસદુદ્દીન ઓવૈસીની AIMIMએ મોડાસા નગરપાલિકામાં એન્ટ્રી કરી છે. ઓવૈસીની પાર્ટીએ મોડાસા નગરપાલિકામાં 12 બેઠકો ઉપર પોતાના ઉમેદવાર ઉભા રાખ્યા હતા જેમાંથી 9 બેઠક જીતી લીધી છે. AIMIM મોડાસા નગરપાલિકામાં હવે વિપક્ષની ભૂમિકા નીભાવશે. કોંગ્રેસ પાસેથી આ પદ છીનવાઇ ગયુ છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
#ગુજરાત મોડાસા ની જનતા નો 9 સીટો જંગી બહુમતી થી જીતાડવા બદલ ખુબ ખુબ આભાર
વિરોધ પક્ષ નો નેતા AIMIM થી હસે
આભાર મોડાસા. @asadowaisi— Waris Pathan (@warispathan) March 2, 2021
અરવલ્લી જીલ્લાની મોડાસા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ ફરી કબજો કર્યો હતો. મોડાસામાં છેલ્લા 25 વર્ષથી નગરપાલિકામાં ભાજપનું શાસન છે. મોડાસા નગરપાલિકાના 9 વોર્ડની 36 બેઠક છે. મોડાસામાં વોર્ડ નંબર 7 અને 8માં પુરી પેનલ તેમજ વોર્ડ નંબર 6માં AIMIM એક બેઠક જીતવામાં સફળ રહી હતી.વોર્ડ નંબર 6માં 3 કોંગ્રેસ અને 1 AIMIMની જીત થઇ હતી.