મહેસાણા જિલ્લામાં જમીન કેસો વધતા જતા અધિક કલેક્ટરે રિપોર્ટ મંગાવ્યો

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જિલ્લા મહેસુલ તંત્રમાં જમીન કેસોમાં તબક્કાવાર ભરાવો થતા અરજદારોને વારંવાર કચેરીઓના ધક્કે ચડવું પડી રહ્યું છે. જે મામલે અધિક કલેક્ટરને વિગતો ધ્યાને આવતા કુલ 4 પ્રાન્ત પાસેથી કેસોની સ્થિતિ સહિતનો રિપોર્ટ કરવા આદેશ કર્યા છે. મહેસાણા જિલ્લાના કડી, મહેસાણા, વિસનગર અને ખેરાલુ પ્રાન્ત કચેરીઓમાં જમીન કેસોનો ભરાવો અને ત્યારબાદ નિર્ણય પ્રક્રિયામાં
 
મહેસાણા જિલ્લામાં જમીન કેસો વધતા જતા અધિક કલેક્ટરે રિપોર્ટ મંગાવ્યો

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જિલ્લા મહેસુલ તંત્રમાં જમીન કેસોમાં તબક્કાવાર ભરાવો થતા અરજદારોને વારંવાર કચેરીઓના ધક્કે ચડવું પડી રહ્યું છે.  જે મામલે અધિક કલેક્ટરને વિગતો ધ્યાને આવતા કુલ 4 પ્રાન્ત પાસેથી કેસોની સ્થિતિ સહિતનો રિપોર્ટ કરવા આદેશ કર્યા છે.

મહેસાણા જિલ્લાના કડી, મહેસાણા, વિસનગર અને ખેરાલુ પ્રાન્ત કચેરીઓમાં જમીન કેસોનો ભરાવો અને ત્યારબાદ નિર્ણય પ્રક્રિયામાં કોઈ કારણોસર વિલંબ થઈ રહ્યો છે. દરેક કેસ અલગ અલગ સ્થિતિએ ચાલી રહ્યો છે. ત્યારે પ્રાન્ત અધિકારી દ્વારા નિર્મયમાં કાચબા ગતિ આવતા અધિક કલેક્ટરે રિપોર્ટ મંગાવ્યો છે. જેમાં પડતર કેસોની વિગતો ગણતરીના દિવસોમાં રજૂ કરવા જણાવતા જિલ્લા મહેસુલી આલમમાં ગરમાવો આવી ગયો છે.