ઘટસ્ફોટ@અમદાવાદ: એરપોર્ટ પરથી નકલી પાસપોર્ટ સાથે એક શખ્સ ઝડપાયો

 
પાસપોર્ટ
પ્રાથમિક તપાસમાં આ પાસપોર્ટ અમદાવાદના એજન્ટે તૈયાર કરી આપ્યો હતો.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદ એરપોર્ટ પરથી પોરબંદરના એક યુવકને નકલી પાસપોર્ટ સાથે ઝડપી લેવામાં આવ્યો છે. તેની પાસે બનાવટી પોર્ટુગીઝ પાસપોર્ટ હતો અને જે દરમિયાન તેને ઈમિગ્રેશન વિભાગે ઝડપી લીધો હતો. અમદાવાદ એરપોર્ટના ઇમિગ્રેશન વિભાગે યુવકને ઝડપી લઇને તપાસ શરુ કરી છે. પ્રાથમિક તપાસમાં આ પાસપોર્ટ અમદાવાદના જ એજન્ટે તૈયાર કરી આપ્યો હતો.

 

આ માટે યુવકે તેને 8 લાખ રુપિયા આપ્યા હતા. ઈમિગ્રેશન વિભાગે પોરબંદરના યુવક અરજણ છેલાર અને એજન્ટ સામે કાર્યવાહી કરી છે. પોલીસે યુવક અરજણ છેલાર અને તેને નકલી પાસપોર્ટ તૈયાર કરી આપનાર એજન્ટ સામે પણ ગુનો નોંધ્યો છે અને તપાસ હાથ ધરી છે. આરોપી યુવક સામે પોલીસે પ્રાથમિક તપાસ શરુ કરવા સાથે હવે એજન્ટની પણ ધરપકડ કરવા માટે કાર્યવાહી શરુ કરી છે.