ઘટસ્ફોટ@અમીરગઢ: ખેડૂતો માટે 53 લાખનો સામાન મંજૂર કરાવ્યો, બારોબાર વહીવટ થયાનું 5 વર્ષે ખુલ્યું

અટલ સમાચાર ડોટ કોમ, અમીરગઢ અમીરગઢ પંથકના ખેડૂતો સાથે ચોંકાવનારી ઘટના બની હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક વેપારીએ ખેતીવાડી માટેની કંપની પાસેથી 53.02 લાખનો સામાન મંજૂર કરાવ્યો હતો. ફુવારા પધ્ધતિથી સિંચાઇ માટે મંજૂર થયેલો આ સામાન ખેડૂતો સુધી પહોંચ્યો જ નહોતો. જેની ગંધ આવ્યા બાદ શરૂ થયેલી તપાસને અંતે વેપારી વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે.
 
ઘટસ્ફોટ@અમીરગઢ: ખેડૂતો માટે 53 લાખનો સામાન મંજૂર કરાવ્યો, બારોબાર વહીવટ થયાનું 5 વર્ષે ખુલ્યું

અટલ સમાચાર ડોટ કોમ, અમીરગઢ

અમીરગઢ પંથકના ખેડૂતો સાથે ચોંકાવનારી ઘટના બની હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક વેપારીએ ખેતીવાડી માટેની કંપની પાસેથી 53.02 લાખનો સામાન મંજૂર કરાવ્યો હતો. ફુવારા પધ્ધતિથી સિંચાઇ માટે મંજૂર થયેલો આ સામાન ખેડૂતો સુધી પહોંચ્યો જ નહોતો. જેની ગંધ આવ્યા બાદ શરૂ થયેલી તપાસને અંતે વેપારી વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે. ગુજરાત સરકારની કંપની અને ખેડૂતો સાથે મોટી છેતરપિંડી થઈ હોવાનો ઘટસ્ફોટ થતાં છેક 5 વર્ષે વેપારી સામે જીજીઆરસી હેઠળની ફર્મના કર્મચારીએ ગુનો નોંધાવ્યો છે. સમગ્ર ઘટનાક્રમને પગલે ખેતીવાડી અને વહીવટ આલમમાં ચકચાર મચી ગઇ છે.

ઘટસ્ફોટ@અમીરગઢ: ખેડૂતો માટે 53 લાખનો સામાન મંજૂર કરાવ્યો, બારોબાર વહીવટ થયાનું 5 વર્ષે ખુલ્યું

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના અમીરગઢ પંથકમાં ખેડૂતો માટે ફુવારા-ટપક પધ્ધતિનો સામાન મંજૂર થયો હતો. વર્ષ 2015 દરમ્યાન 14 ખેડૂતો માટે ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની મારફત કુલ 53.02 લાખનો સામાન મંગાવ્યો હતો. ઈકબાલગઢની શ્રીરામ ઇરિગેશનના પ્રોપ્રાઈટર સૌરભ હિરાલાલ અગ્રવાલે ખેડૂતોનો સામાન બારોબારી વેચી દીધો હોવાની ઘટના સામે આવી છે. અમીરગઢ તાલુકાના ખેડૂતો પાસે ફુવારા-ટપક પધ્ધતિથી ખેતી કરવાની અરજીઓ મેળવી હતી. આ પછી કુવા ઉપરનો હેડ યુનિટ, પી.વી.સી. પાઇપ તેમજ ખેતરમાં પાથરવામાં આવતી લેટરલ પાઇપ સહિતનો સામાન કુલ 14 ખેડૂતોના ખેતરે પહોંચ્યો નહોતો. હકીકતે સાણંદની પરિક્ષિત ઇરિગેશન લિમિટેડ એ ગુજરાત સરકારની જીજીઆરસી દ્રારા સિંચાઈની યોજના લગતી કામગીરી કરે છે. જેમાં સબ ડિલરો મારફત ખેડૂતો પાસેથી અરજી મેળવી સબસીડી હેઠળ સામાન મંજૂર કરે છે. જેમાં ઈકબાલગઢની શ્રીરામ ઇરિગેશનના સૌરભ અગ્રવાલે કુલ 14 ખેડૂતો માટેનો સામાન મેળવી બારોબાર વેચી દીધો હતો. જેની ખબર પડતાં શરૂ થયેલી કાર્યવાહીને પગલે પરિક્ષિત ઇરિગેશનના શિવકુમાર રાજપૂતે અમીરગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.

ઘટસ્ફોટ@અમીરગઢ: ખેડૂતો માટે 53 લાખનો સામાન મંજૂર કરાવ્યો, બારોબાર વહીવટ થયાનું 5 વર્ષે ખુલ્યું

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ફુવારા પધ્ધતિથી ખેતીનો આ માલ-સામાન કંપનીના નિયમો પ્રમારે ખેડૂત ખાતેદારના ખેતરો સુધી પહોંચાડ્યો ન હતો. વર્ષ 2016 દરમ્યાનનો આ સામાન લાભાર્થી ખેડૂતોના ખેતરે ફીટીંગ ન કરી કામ પુર્ણ કર્યાનું સર્ટીફીકેટ પણ રજૂ ન કરી બારોબાર વેચી માર્યો હતો. જેની ફરીયાદથી સમગ્ર પંથકમાં હડકંપ મચી ગયો છે. સૌથી મોટી વાત એ છે કે એસ્ટીમેન્ટ મુજબની રકમ પણ જીજીઆરસી કંપનીને મળેલ ન હોઇ છેતરપિંડી કરી વિશ્વાસઘાત કર્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. જેને લઇ અમીરગઢ પોલીસે આરોપી સૌરભ અગ્રવાલ સામે આઇપીસી કલમ 406, 420 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઘટસ્ફોટ@અમીરગઢ: ખેડૂતો માટે 53 લાખનો સામાન મંજૂર કરાવ્યો, બારોબાર વહીવટ થયાનું 5 વર્ષે ખુલ્યું