આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

સરકારી કામમાં થતી થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શનની કામગીરીમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. ઈજનેર એક અને પગાર ખર્ચ બે થયો હોવાની વિગતો સામે આવી છે. બનાસકાંઠા જિલ્લામાં સમગ્ર શિક્ષાના કામો જોતી વાપ્કોસ નામે ટીપીઆઇના ઈજનેરો ડબલ જગ્યાએ બોલે છે. સરેરાશ ત્રણ ઈજનેરો ડબલ જગ્યાએ બતાવી ખર્ચ મેળવવામાં આવી રહ્યો છે. વાપ્કોસને બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં ઈન્સ્પેક્શનની કામગીરી મળી જેમાં અલગ અલગને બદલે કેટલાક ઈજનેરો એકસરખા આવ્યા છે. એટલે કે એક જ ઈજનેર ડબલ જગ્યાએ બતાવી થર્ડ પાર્ટી તપાસના નામે બે સરકારી વિભાગ પાસેથી ખર્ચ લેવાઇ રહ્યો છે. પાટણ માર્ગ મકાન અને બનાસકાંઠા સર્વ શિક્ષામાં એકસરખા ઈજનેરો આવતાં ખળભળાટ મચી ગયો છે.

રાજ્યના સર્વ શિક્ષા અભિયાન હેઠળ બનાસકાંઠા જિલ્લામાં ચાલતાં બાંધકામના કામોની થર્ડ પાર્ટી તપાસ વાપ્કોસને મળી છે. આ સાથે પાટણ માર્ગ મકાનના કામોનું થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શન પણ વાપ્કોસેે લીધું છે. આ વાપ્કોસ ભારત સરકારના જળ સંશાધન મંત્રાલય હેઠળનું પબ્લિક એન્ટરપ્રાઇઝ એકમ છે. હવે બંને જિલ્લામાં ઈજનેરોનુ લીસ્ટ જોતાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. વાપ્કોસના 3 ઈજનેરો બંને જિલ્લામાં ઈન્સ્પેક્શન કરતાં હોવાનું સામે આવ્યું છે. હકીકતે સર્વ શિક્ષાના કામો જોતી ટીપીઆઇના ઈજનેરો અન્ય કોઈ જગ્યાએ ઈન્સ્પેક્શન કરી શકતાં નથી. સ્પષ્ટ જોગવાઈ હોવા છતાં વાપ્કોસના અમીત પટેલ, ચિરાગ પંચાલ અને બાબુ પ્રજાપતિને બંને જિલ્લામાં ઈન્સ્પેક્શન હેઠળ બતાવી ખર્ચ બતાવવામાં આવ્યો છે. આ સાથે વાપ્કોસના જયેશ દરજી ડેપ્યુટી ચીફ ઈજનેર તરીકે હોવા છતાં સર્વ શિક્ષા બનાસકાંઠા જિલ્લામાં પણ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સૂત્રોએ જણાવ્યું હતું કે, સરકારી કામોનું થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શન જોતી કોઈપણ ટીપીઆઇના ઈજનેરો એક જ સ્થળે હોવા જોઈએ. અન્ય કોઈ જગ્યાએ ઈન્સ્પેક્શન કરી શકતાં નથી. ટેન્ડર મેળવતી ટીપીઆઇ એક જ ઈજનેરને બે કામમાં બતાવી શકે નહી કે ફરજ આપી શકે નહિ. જોકે આ વાપ્કોસ નામે ટીપીઆઇના 3 ઈજનેરો બબ્બે ટેન્ડરમાં હોવાનું સામે આવતાં દુબાર પેમેન્ટ એટલે કે ખર્ચના સવાલો ઉભા થયા છે. આ બાબતે વાપ્કોસના ઉત્તર ગુજરાત ઝોનના ડેપ્યુટી ચીફ જયેશ દરજીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, અમે પૈસા ખીસામાં નથી નાખતાં કેન્દ્ર સરકાર હેઠળના વાપ્કોસને આપીએ છીએ.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code