ઘટસ્ફોટ@સરકારઃ વિવિધ ઉચ્ચ ન્યાયાલયોમાં 43.55 લાખ દાવાઓ અનિર્ણિત

અટલ સમાચાર,ડેસ્ક દેશનાં વિવિધ ઉચ્ચ ન્યાયાલયોમાં 43.55 લાખ દાવાઓ અનિર્ણિત છે. અનિર્ણિત દાવાઓ પૈકી 8.35 લાખ દાવાઓ 10 વર્ષ કરતાં વધુ સમયથી અનિર્ણિત છે,જ્યારે 8.44 લાખ દાવાઓ 5 થી 10 વર્ષ જેટલા સમયથી અનિર્ણિત છે. કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે ઉપરોકત માહિતી રાજયસભામાં સાંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુતરમાં આપી હતી.મંત્રીએ જણાવ્યું હતું કે,
 
ઘટસ્ફોટ@સરકારઃ વિવિધ ઉચ્ચ ન્યાયાલયોમાં 43.55 લાખ દાવાઓ અનિર્ણિત

અટલ સમાચાર,ડેસ્ક

દેશનાં વિવિધ ઉચ્ચ ન્યાયાલયોમાં 43.55 લાખ દાવાઓ અનિર્ણિત છે. અનિર્ણિત દાવાઓ પૈકી 8.35 લાખ દાવાઓ 10 વર્ષ કરતાં વધુ સમયથી અનિર્ણિત છે,જ્યારે 8.44 લાખ દાવાઓ 5 થી 10 વર્ષ જેટલા સમયથી અનિર્ણિત છે.

કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે ઉપરોકત માહિતી રાજયસભામાં સાંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુતરમાં આપી હતી.મંત્રીએ જણાવ્યું હતું કે, નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રીડ(NJDG)માં ઉપલબ્ધ માહિતી અનુસાર, દેશના વિવિધ ઉચ્ચ ન્યાયાલયોમાં અનિર્ણિત દાવાઓમાં 18.75 લાખ દીવાની દાવાઓ છે, જ્યારે 12.15 લાખ ફોજદારી દાવાઓ છે અને 12.65 લાખ અદાલતી અરજીઓ (રીટ પીટીશનો) છે.
મંત્રીના જવાબ મુજબ, પાંચ વર્ષથી વધુ સમય માટેના કેસોનો નિકાલ કરવા માટે હાઈકોર્ટોમાં એરિયર્સ કમિટીની સ્થાપના કરવામાં આવી છે. હાઈકોર્ટો અને જિલ્લા અદાલતોમાં કેસોના ભારણને ઘટાડવા માટે પગલાં તૈયાર કરવા સુપ્રીમ કોર્ટમાં એરિયર્સ કમિટીની રચના કરવામાં આવી છે.

સરકાર દ્વારા સ્થાપિત નેશનલ મિશન ફૉર જસ્ટિસ ડિલિવરી એન્ડ લીગલ રીફોર્મ્સએ ન્યાયિક વહીવટમાં અનિર્ણિત કેસોના તબક્કાવાર નિકાલ માટે સમન્વયિત અભિગમ અપનાવ્યો છે, જેમાં વિવિધ વ્યૂહાત્કમ પહેલોનો સમાવેશ થાય છે. જેમ કે અદાલતોની માળખાકીય સુવિધાઓમાં વધારો, બેહતર ન્યાય વિતરણ માટે માહિતી અને સંચાર તકનીક (ICT)નો લાભ મેળવવો તેમજ ઉચ્ચ ન્યાયાલયો અને સર્વોચ્ચ ન્યાયાલયમાં જજોની ખાલી જગ્યાઓ ભરવી

ન્યાયતંત્ર માટે માળખાકીય સુવિધાઓના વિકાસ માટે કેન્દ્ર પ્રાયોજિત યોજનાનો પ્રારંભ 1993-94માં કરવામાં આવ્યો ત્યારથી અત્યાર સુધીમાં  રૂ. 6,986.50 કરોડ ફાળવવામાં આવ્યા છે, જેમાંથી સન્ 2014 પછી રાજયો તથા કેન્દ્રશાસિત પ્રદેશોને રૂ. 3.542.20 કરોડ ફાળવવામાં આવ્યા છે.

સુપ્રીમ કોર્ટ, હાઇકોર્ટ અને જિલ્લા તથા પેટા અદાલતોમાં ખાલી જગ્યાઓ ભરવાના હેતુથી છેલ્લા પાંચ વર્ષમાં સુપ્રીમ કોર્ટમાં 31 ન્યાયાધીશોની નિમણૂંક કરવામાં આવી હતી, હાઇકોર્ટમાં 454 નવા ન્યાયાધીશોની નિમણૂંક કરવામાં આવી હતી અને 366 વધારાના ન્યાયમૂર્તિઓને કાયમી કરાયા હતા, એમમંત્રીએ તેમના નિવેદનમાં જણાવ્યું હતું.

તેમણે એમ પણ કહ્યું હતું કે, છેલ્લા 5 વર્ષમાં હાઇકોર્ટના ન્યાયાધીશોની મંજૂર કરાયેલી સંખ્યા 906થી વધારીને 1079 અને જિલ્લા અને પેટા અદાલતોમાં ન્યાયિક અધિકારીઓની સંખ્યા 19,518થી વધારીને 21,340 અને કાર્યકારી ક્ષમતા 15,115થી વધારીને17,757 કરવામાં આવી છે.