આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,મહેસાણા

મહેસાણા જીલ્લા કલેક્ટર પત્રકારોના અઘરા સવાલોથી બચવા છેવટે જૂની પૂરાણી પધ્ધતિ શરૂ કરી છે. સરકારી મોબાઇલ નંબર ઉપર પુછવામાં આવતા પશ્નોના જવાબ આપવાનું ટાળી રહયા છે. અનેક પત્રકારોના નંબર બ્લેકલીસ્ટમાં મુકી સવાલોથી દૂર ભાગી રહયા છે. આવી સ્થિતિમાં રૂબરૂ મળીને જવાબો મેળવવા ભારે મથામણ કરવી પડતી હોવાનું સામે આવ્યુ છે.

શું મહેસાણા જીલ્લા કલેક્ટર એચ.કે.પટેલના સરકારી મોબાઇલ નંબરમાં બ્લેક લીસ્ટ થયેલા નંબરોની યાદી વધી રહી છે ? શું કલેક્ટર સવાલોથી બચવા મોબાઇલ ઉપર વાત કરવાનું ટાળી રહયા છે ? અગાઉ લાંબી લચક વાતો કરતા કલેક્ટર અચાનક નવી દિશામાં જઇ રહયા છે ? આ તમામ સવાલો છેલ્લા કેટલાક મહિનાઓથી મહેસાણાના પત્રકારોની સામે આવી રહયા છે. હકીકતે, કલેક્ટર મોબાઇલ ઉપર સરકારી નિવેદન પણ આપતા નથી.

કચેરી સંબંધિત ઘટના કે યોજના સંબંધે કલેક્ટર સરકારી મોબાઇલ નંબર ઉપરથી વાત કરવાનું ટાળી રહયા છે. આવી પરિસ્થિતિ વારંવાર બનતી હોવાનું જાણતા ખબર પડી કે કલેક્ટર એચ.કે.પટેલે અઘરા સવાલ પુછતા પત્રકારોના મોબાઇલ નંબર બ્લેક લીસ્ટમાં મુકી દીધા છે. જેનાથી કલેક્ટર અત્યંત વ્યસ્ત કે સવાલોથી બચવા આવું કરી રહયા હોવાનું માનવામાં આવી રહયુ છે.

આજની તારીખે પણ મહેસાણા કલેક્ટરનો સરકારી મોબાઇલ નંબર ચેક કરવામાં આવે તો અનેક પત્રકારોના મોબાઇલ નંબર બ્લેક લીસ્ટની યાદીમાં હોવાનું પકડાઇ શકે છે. હકીકતે, માહિતિની આપ-લે માટે સરકારી સમય સિવાય એકમાત્ર મોબાઇલ હોવાથી કલેક્ટર વાત કરવાનું ટાળતાં અનેક શંકા-કુશંકાઓ ઉભી થઇ છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code