ઘટસ્ફોટ@મોડાસા: સિંચાઇમાં બેફામ કર્યો કરોડોનો વહીવટ, મિનિસ્ટરના પાવર જેટલો ખર્ચો કર્યો ઈજનેરે

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી મોડાસા સિંચાઇ વિભાગ દ્વારા ચેકડેમ રિપેર સહિતના કામે ચોંકાવનારા વહીવટી હુકમો થયા હોવાનો ઘટસ્ફોટ થયો છે. સુપ્રિટેન્ડન્ટ ઇજનેર કે ચીફ ઈજનેરની સત્તા તો જવા દો છેક મિનિસ્ટરના પાવર જેટલી સત્તાનો ઉપયોગ કરી દીધો છે. નાણાંકીય છૂટછાટની મર્યાદા બહાર બેફામ ખર્ચ કરી દીધા બાદ ગ્રાન્ટ મેળવવા જતાં મામલો બહાર આવ્યો
 
ઘટસ્ફોટ@મોડાસા: સિંચાઇમાં બેફામ કર્યો કરોડોનો વહીવટ, મિનિસ્ટરના પાવર જેટલો ખર્ચો કર્યો ઈજનેરે

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

મોડાસા સિંચાઇ વિભાગ દ્વારા ચેકડેમ રિપેર સહિતના કામે ચોંકાવનારા વહીવટી હુકમો થયા હોવાનો ઘટસ્ફોટ થયો છે. સુપ્રિટેન્ડન્ટ ઇજનેર કે ચીફ ઈજનેરની સત્તા તો જવા દો છેક મિનિસ્ટરના પાવર જેટલી સત્તાનો ઉપયોગ કરી દીધો છે. નાણાંકીય છૂટછાટની મર્યાદા બહાર બેફામ ખર્ચ કરી દીધા બાદ ગ્રાન્ટ મેળવવા જતાં મામલો બહાર આવ્યો છે. એટલે હવે ગ્રાન્ટની તો ગેરંટી નથી ને ઉપરથી જવાબદારો વિરુદ્ધ કાર્યવાહી થાય તેવી પ્રબળ સંભવના છે. સમગ્ર મામલે ચીફ ઈજનેર કાનાણીએ જણાવ્યું કે, એક કરોડથી વધુના પાવર માત્ર મંત્રીને છે તો પણ મોડાસા કાર્યપાલક ઇજનેરે બે કરોડથી વધુ ખર્ચ કરી દીધો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સ્થિત સ્ટેટ સિંચાઇ વિભાગની કચેરી હેઠળના મોડાસા ડિવિઝને સત્તા બહાર વહીવટી કામ કરી દેતાં ખળભળાટ મચી ગયો છે. મોડાસા ડીવીઝનના કાર્યપાલક ઇજનેરે વિભાગના મિનિસ્ટરના પાવર જેટલી સત્તા પોતે જ વાપરી દીધી છે. ચાલું નાણાંકીય વર્ષમાં મળેલી બજેટ મર્યાદા જેટલા કામો કરી દીધા હતાં. આથી બધી ગ્રાન્ટ વપરાઇ ગઈ હતી પરંતુ ગ્રાન્ટ ન હોવા છતાં ચેકડેમ રિપેર સહિતના કામો કરે રાખ્યા હતા. આ કામો ઠેકેદારો મારફત કરી દીધા બાદ ચૂકવણાં માટે હિંમતનગર સર્કલ ઓફિસ અને ત્યાંથી ગાંધીનગર ચીફ ઓફિસર કચેરી સમક્ષ માંગણી આવી હતી. જેથી ખબર પડી કે આ કરોડોના કામોની મંજૂરી આપવાની સત્તા કાર્યપાલક ઇજનેરની નથી છતાં કામ કેવી રીતે થયા? પછી ખબર પડી કે મોડાસા સિંચાઇ ડીવીઝને બજેટ મર્યાદાને સાઇડ કરી આડેધડ કામો કરાવવા બેફામ વહીવટી મંજૂરી આપી હતી. આથી હવે ગ્રાન્ટ મેળવવા જતાં વડી કચેરીના અધિકારીઓ બરોબરના નારાજ બન્યા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ગત વર્ષે મોડાસાના જ એક ડિવિઝને મર્યાદા બહાર ખર્ચા કરી દીધા હતા. આથી જે તે વખતે ચીફ ઇજનેર સહિતનાએ સ્પષ્ટ સુચના આપી બજેટ હોય તે મુજબ કામ કરવા કહ્યું હતું. હવે ચાલુ વર્ષે વધુ એક ડીવીઝને બજેટ મર્યાદા બહાર કરોડોનો ખર્ચ કરી દેતાં દોડધામ મચી ગઇ છે. સમગ્ર મામલે ચીફ ઇજનેર કાનાણીએ જણાવ્યું હતું કે, મને પણ માત્ર એક કરોડ ખર્ચ કરવાની મર્યાદા છે. એક કરોડથી વધુ ખર્ચ કરવાનો થાય તો મિનિસ્ટરની મંજૂરી લેવી પડે છે. હવે આ મોડાસા ડીવીઝને બજેટ મર્યાદા ઓળંગી ખર્ચ કર્યો છે. આથી કેમ અને કેવા સંજોગોમાં બિનજરૂરી કામો કરાવી ખર્ચ કર્યો તે અંગેની તપાસ કરવામાં આવશે. જેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.