આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

સિધ્ધપુરમાં ગત દિવસે બનેલ આંગડીયા લૂંટ કેસમાં મહેસાણા LCBએ 4 ઇસમોને દબોચી લીધા છે. પ્રાથમિક વિગતો મુજબ મહેસાણા LCBની ટીમ પેટ્રોલિંગમાં હોઇ ચોક્કસ બાતમી મળી હતી કે, સિધ્ધપુરમાં આંગડીયા લૂંટના ઇસમો ભાન્ડુ હાઇવે પર ઉભા છે. જેથી ચોક્કસ બાતમી હોઇ તાત્કાલિક રેઇડ કરી કોર્ડન કરી 4 ઇસમોને ઝડપી પાડ્યા હતા. જેમાં ઇસમોની પુછપરછ કરતાં વધુ 4 ઇસમોના નામ ખૂલ્યાં હતા. આ સાથે લૂંટ પહેલાં તેમણે રેકી કરી હોવાનો પણ ઘટસ્ફોટ પુછપરછમાં થયો છે. LCBએ ચારેય ઇસમોને ઝડપી પાડી કોવિડ ટેસ્ટ માટે મોકલી આપ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા SP ડો.પાર્થરાજસિંહ ગોહિલે જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા સુચના આપેલ છે. જે અનુસંધાને LCB PI બી.એચ.રાઠોડના સીધા માર્ગદર્શન હેઠળ PSI એસ.બી.ઝાલા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ તરફ ગત દિવસોએ સિધ્ધપુરમાં બનેલ આંગડીયા લૂંટ કેસની તપાસ માટે પાટણ SPએ મહેસાણા જીલ્લામાં લોગ એન્ટ્રી પસાર કરેલ હતી. જે આધારે PSI એસ.બી.ઝાલા, ASI રાજેન્દ્રસિંહ અને HC નિલેશકુમારને સંયુક્ત ચોક્કસ બાતમી મળી હતી. જે મુજબ સિધ્ધપુરમાં બનેલ લૂંટની ઘટનાને ઉપેન્દ્રસિંહ ઉર્ફે પિન્ટુભાઇ ચૌહાણે પોતાના સાગરીતો સાથે મળી અંજામ આપેલ છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, LCBને ચોક્કસ બાતમી મળી હતી કે, આરોપી ઇસમો પૈકી કિરણજી, વિષ્ણુજી, રસિકજી ઠાકોર અને રબારી જયરામ હાલ સફેલ કલરની ઇકો કાર લઇ ભાન્ડુથી વાલમ જતાં ગેટ પાસે ઉભા છે. જેથી તાત્કાલિક અસરથી રેઇડ કરી ઇસમોને કોર્ડન કરી ઝડપી પાડ્યા હતા. આ સાથે તેમની યુક્તિ-પ્રયુક્તિથી પુછપરછ કરતાં તેઓએ અન્ય ઇસમો સાથે મળીને લૂંટને અંજામ આપ્યાનું કબૂલ્યુ હતુ. LCBની ટીમે ઇકો કારની કિ.રૂ.4,00,000 અને મોબાઇલ નંગ-4 કિ.રૂ.13,000 મળી કુલ કિ.રૂ.4,13,000નો મુદ્દામાલ જપ્ત કરી ઇસમોના કોવિડ ટેસ્ટ કરાવવાની કવાયત હાથ ધરી હતી.

આ રીતે આપ્યો હતો લૂંટને અંજામ

સિધ્ધપુરના દેથળી ચાર રસ્તા નજીક ઉપેન્દ્રસિંહ ચૌહાણ, કિરણજી, વિષ્ણુજી, રસિકજી ઠાકોર, જયરામ રબારી, જયવિરસિંહ ચૌહાણઘ દેવરાજસિંહ વાઘેલા, રાજપાલસિંહ વાઘેલા અને અન્ય બે ઇસમોએ ભેગા મળી પહેલાં રેકી કરી હતી. જે બાદમાં ગત 17 જૂનના રોજ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. જોકે હાલ તો મહેસાણા એલસીબીની ટીમે કિરણજી, વિષ્ણુજી, રસિકજી ઠાકોર, જયરામ રબારીને ઝડપી પાડ્યા છે. આ તરફ બાકીના ઇસમોને પણ ઝડપી લેવા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code