ઘટસ્ફોટ@ઝાલોદ: પૂર્વ કાઉન્સિલરની 4 લાખ આપી હત્યા કરાવી, 4 ઝડપાયાં

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે ઝાલોદના પૂર્વ કાઉન્સિલરના મોત મામલે નવો ઘટસ્ફોટ થતાં ચકચાર મચી ગઇ છે. જેમાં ઝાલોદના જ ઇસમે ચાર લાખ આપી હત્યા કરાવી હોવાનું સામે આવ્યુ છે. આ અંગે દાહોદ એલ.સી.બી ગોધરા સાયબર ક્રાઈમ સહિતની ટિમોએ પર્દાફાશ કર્યો છે. હત્યામાં સંડોવાયેલા ચાર આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. હજી તપાસમાં વધુ નામ આવવાની
 
ઘટસ્ફોટ@ઝાલોદ: પૂર્વ કાઉન્સિલરની 4 લાખ આપી હત્યા કરાવી, 4 ઝડપાયાં

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે ઝાલોદના પૂર્વ કાઉન્સિલરના મોત મામલે નવો ઘટસ્ફોટ થતાં ચકચાર મચી ગઇ છે. જેમાં ઝાલોદના જ ઇસમે ચાર લાખ આપી હત્યા કરાવી હોવાનું સામે આવ્યુ છે. આ અંગે દાહોદ એલ.સી.બી ગોધરા સાયબર ક્રાઈમ સહિતની ટિમોએ પર્દાફાશ કર્યો છે. હત્યામાં સંડોવાયેલા ચાર આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. હજી તપાસમાં વધુ નામ આવવાની શક્યતા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઝાલોદ નગરમાં ભાજપના અગ્રણી અને પાલિકાના પૂર્વ કાઉન્સિલર હિરેનભાઈ પટેલ 27 સપ્ટેમ્બરનાં રોજ પોતાના મુવાડા પાણીની ટાંકી પાસે આવેલા ઘરેથી વહેલી સવારે નિયત ક્રમ મુજબ ચાલવા માટે નીકળ્યા હતા ત્યારે તેમનું અકસ્માતમાં મોત નિપજ્યું હતું. પાલિકાનાં પૂર્વ કાઉન્સીલર સાથે બનેલી ઘટના અકસ્માત નહીં પરંતુ પૂર્વ આયોજીત કાવતરું હોવાનું બહાર આવ્યું છે. ઝાલોદનાં જ અજય કલાકે ચાર લાખ આપીને હિરેનભાઇ પટેલની હત્યા કરાવી હતી.

સમગ્ર મામલે મૃતક હિરેનભાઇ પટેલનાં પરિવારે આક્ષેપ કર્યો હતો કે, રાજકીય અદાવતમાં તેમની હત્યા થઇ છે. ઝાલોદના અજય કલાલે ચાર લાખ આપી હત્યા કરાવી હતી. જેમાં ગોધરાકાંડનો આરોપી ઈરફાન પાડાએ ઘટનાને અંજામ આપ્યો હતો. હાલ પોલીસે હત્યામાં સંડોવાયેલા ચાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યાં છે. પહેલા અકસ્માતમાં મોતની આશંકા હતી.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, 27 સપ્ટેમ્બરે ઝાલોદ નગર પાલિકાના ભાજપના કાઉન્સિલર મોર્નિંગ વોકમાં નીકળ્યા બાદ રસ્તાની નજીકની ઝાડીઓમાંથી ઘાયલ અવસ્થામાં મળ્યા હતાં.સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત થઇ ગયું હતું. પોલીસ માર્ગ અકસ્માતની થીયરી ઉપર ચાલી હતી પરંતુ માથા અને પીઠની ઇજા જોતા તેમની ઉપર હુમલો કરાયો હોવાની આશંકાના પગલે દાહોદમાં પેનલ પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યુ હતું.