ઘટસ્ફોટ@સાંતલપુર: 20 લાખની ઉચાપતને 12 મહિના, ફરીયાદ અધ્ધરતાલ 

અટલ સમાચાર, ગિરીશ જોશી સાંતલપુર તાલુકાની ત્રણ ગ્રામ પંચાયતને મળેલી વિકાસની ગ્રાન્ટમાં ઉચાપતના સમાચારોમાં સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે. ત્રણેય ગ્રામ પંચાયતના તલાટી અને સરપંચની સહિથી અલગ-અલગ સમયે અને ચેકથી અલગ-અલગ રકમ ઉપડી ગઇ છે. આ સમગ્ર ઉચાપતની ઘટનાને સરેરાશ 12 મહિનાથી પણ વધુનો સમય વિતી ગયો હોવા છતાં આરોપીઓ વિરૂધ્ધ ફરીયાદ નથી. સરકારની 20
 
ઘટસ્ફોટ@સાંતલપુર: 20 લાખની ઉચાપતને 12 મહિના, ફરીયાદ અધ્ધરતાલ 

અટલ સમાચાર, ગિરીશ જોશી 

સાંતલપુર તાલુકાની ત્રણ ગ્રામ પંચાયતને મળેલી વિકાસની ગ્રાન્ટમાં ઉચાપતના સમાચારોમાં સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે. ત્રણેય ગ્રામ પંચાયતના તલાટી અને સરપંચની સહિથી અલગ-અલગ સમયે અને ચેકથી અલગ-અલગ રકમ ઉપડી ગઇ છે. આ સમગ્ર ઉચાપતની ઘટનાને સરેરાશ 12 મહિનાથી પણ વધુનો સમય વિતી ગયો હોવા છતાં આરોપીઓ વિરૂધ્ધ ફરીયાદ નથી. સરકારની 20 લાખથી વધુની રકમ કોઇના ખીસામાં પહોંચી ગઇ છતાં આરોપીઓ બેફામ છે. તાલુકા અને જીલ્લા પંચાયત અગમ્ય કારણોસર પોલીસ ફરીયાદ કરવામાં વર્ષોથી વિલંબ કરી રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાના ઝેકડા, ગઢા અને ઝંડાલા ગ્રામ પંચાયતમાં નાણાંકીય ગેરરીતિને લઇ અત્યંત ચોંકાવનારી વાત સામે આવી છે. ત્રણેય ગ્રામ પંચાયતમાંથી રકમ ઉચાપત થયાના સમાચાર ભલે તાજેતરમાં આવ્યા હોય પરંતુ કૌભાંડ થયાને વર્ષો વિતી ગયાનો ખુલાસો થયો છે. ઝેકડા ગ્રામ પંચાયતમાં તારીખ 13-04-2018 થી 03/08/2019, ઝંડાલા ગ્રામ પંચાયતમાં તારીખ 16-05-2018 થી 03/08/2019 અને ગઢા ગ્રામ પંચાયતમાં તારીખ 01-06-2018 થી 03/08/2019 સુધીના સમયગાળામાં ઉચાપત થઇ હોવાનુ સામે આવ્યુ છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ત્રણેય ગ્રામ પંચાયતમાં તત્કાલિન તલાટી સુરેશ રાવળ અને સંબંધિત મહિલા સરપંચોની સહિથી નાણાંની ઉચાપત થઇ છે. સરેરાશ 20 લાખથી વધુની રકમ વિકાસમાં ખર્ચ કરવાને બદલે તલાટી સરંપચ કે મળતિયાઓના ખીસામાં જઇ હોવાનું તપાસને પગલે સામે આવ્યુ છે. જોકે તાલુકા અને જીલ્લા પંચાયત દ્રારા હજુ સુધી એકપણ પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવી ન હોવાથી અનેક સવાલો ઉભા થયા છે. જીલ્લા વિકાસ અધિકારીને પુછતાં જણાવ્યુ હતુ કે, તલાટી સામે ફરીયાદ થશે. જોકે સરપંચો સામે ફરીયાદનું પુછતાં વાત ટુંકાવી દીધી હતી.