ખુલાસો@ચીનઃ કોરોના વાઇરસના લીક રિપોર્ટમાં 25 હજાર લોકોના મોત

અટલ સમાચાર, ડેસ્ક ચીનમાં કોરોના વાઇરસના કારણે મૃતકોનો આંકડો 563 સુધી પહોંચી ગયો છે. જોકે, આ વાઇરસનો ચેપ અત્યાર સુધી 28 હજાર લોકોને લાગ્યો હોવાનું કહેવાય છે. થોડા જ દિવસમાં આ વાઇરસથી પીડાતા લોકોની સંખ્યા 35% વધી ગઈ છે. જો ચીનની ટેસેન્ટ ટેક્નોલોજી કંપનીના લીક રિપોર્ટને સાચો માનીએ તો, આ વાઇરસથી અત્યાર સુધી 25 હજારના
 
ખુલાસો@ચીનઃ કોરોના વાઇરસના લીક રિપોર્ટમાં 25 હજાર લોકોના મોત

અટલ સમાચાર, ડેસ્ક

ચીનમાં કોરોના વાઇરસના કારણે મૃતકોનો આંકડો 563 સુધી પહોંચી ગયો છે. જોકે, આ વાઇરસનો ચેપ અત્યાર સુધી 28 હજાર લોકોને લાગ્યો હોવાનું કહેવાય છે. થોડા જ દિવસમાં આ વાઇરસથી પીડાતા લોકોની સંખ્યા 35% વધી ગઈ છે. જો ચીનની ટેસેન્ટ ટેક્નોલોજી કંપનીના લીક રિપોર્ટને સાચો માનીએ તો, આ વાઇરસથી અત્યાર સુધી 25 હજારના મોત થઈ ચૂક્યા છે. આ માહિતી ત્યારે આવી છે, જ્યારે ચીનમાં કોરોના વાઇરસને લઈને ખોટી માહિતી ફેલાવવા મુદ્દે ચીન સરકારે મોતની સજાની જાહેરાત કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ટેસેન્ટના કહેવા પ્રમાણે, ચીનમાં 1,54,023 લોકોમાં આ વાઇરસ પહોંચી ગયો છે. આ આંકડા સરકારી આંકડાથી 80% વધુ છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, સરકારની કડકાઈ પછી આ કંપનીએ વેબપેજ પર આ રિપોર્ટ અપડેટ કરી દીધો છે. તેમાં કોરોનાવાઇરસથી 304 મોત અને 14,446ને ચેપ લાગ્યો હોવાનું દર્શાવ્યું છે.

ચીનમાં સૌથી પહેલો કોરોનાવાઈરસ શોધનારા ડોક્ટર લી વેનલિયાંગનું તેના જ ચેપથી મોત થઈ ગયું છે. 34 વર્ષીય લી એ આઠ વ્હિસલ બ્લોઅર પૈકીના એક હતા, જેમણે ડિસેમ્બરમાં વુહાનમાં આ વાઈરસના ચેપ વિશે મેસેજિંગ એપ વી ચેટ પર જાણકારી આપીને સનસનાટી મચાવી દીધી હતી.