ઘટસ્ફોટ@લાખણી: શૌચાલયના MOUની વિગતોમાં તલાટીઓને અંધારામાં રાખ્યાં

અટલ સમાચાર, ગિરીશ જોશી લાખણી તાલુકા પંચાયતના કથિત શૌચાલય કૌભાંડમાં સૌથી મોટી બાબત સામે આવી છે. સખીમંડળો સાથેના MOUની વિગતો માટે તલાટીઓની માંગણી તાલુકા પંચાયતે અવગણી હોવાનો ઘટસ્ફોટ થયો છે. તત્કાલિન તલાટીઓએ વારંવાર લાભાર્થીઓની વિગતો મેળવવા તાલુકા પંચાયતને જણાવ્યુ છતાં નિષ્ફળતા મળી હતી. આવી સ્થિતિમાં તાલુકા પંચાયત અને સખીમંડળો વચ્ચે થયેલ MOUનો સચોટ અમલ ભયંકર
 
ઘટસ્ફોટ@લાખણી: શૌચાલયના MOUની વિગતોમાં તલાટીઓને અંધારામાં રાખ્યાં

અટલ સમાચાર, ગિરીશ જોશી

લાખણી તાલુકા પંચાયતના કથિત શૌચાલય કૌભાંડમાં સૌથી મોટી બાબત સામે આવી છે. સખીમંડળો સાથેના MOUની વિગતો માટે તલાટીઓની માંગણી તાલુકા પંચાયતે અવગણી હોવાનો ઘટસ્ફોટ થયો છે. તત્કાલિન તલાટીઓએ વારંવાર લાભાર્થીઓની વિગતો મેળવવા તાલુકા પંચાયતને જણાવ્યુ છતાં નિષ્ફળતા મળી હતી. આવી સ્થિતિમાં તાલુકા પંચાયત અને સખીમંડળો વચ્ચે થયેલ MOUનો સચોટ અમલ ભયંકર શંકાસ્પદ અને સવાલો વચ્ચે આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાની લાખણી તાલુકા પંચાયતે વર્ષ 2019 દરમ્યાન અનેક સખીમંડળો સાથે MOU કર્યા હતા. જેમાં સંબંધિત ગ્રામ પંચાયતમાં લાભાર્થીઓ માટે જોગવાઇમાં રહીને શૌચાલયો ઉભા કરવાના હતા. આ MOUમાં સ્વચ્છ ભારત મિશન હેઠળના શૌચાલયો બનાવવાની તમામ વિગતોનો ઉલ્લેખ કર્યો હતો. જે ગ્રામ પંચાયતોમાં MOU પૈકીના શૌચાલયો ઉભા કરવાના હતા તેની જાણ તલાટીઓને કરી નહોતી. આથી સંબંધિત તલાટીઓએ લાભાર્થીઓ સહિતની વિગતો મેળવવા તાલુકા પંચાયતને કહ્યુ છતાં મળી ન હતી.

ઘટસ્ફોટ@લાખણી: શૌચાલયના MOUની વિગતોમાં તલાટીઓને અંધારામાં રાખ્યાં

સમગ્ર મામલે ગેળા ગ્રામ પંચાયતના તત્કાલિન તલાટી જે.સી.ગેલોતને પુછતાં જણાવ્યુ હતુ કે, MOUની નકલ અમને મળી ન હતી. આથી તલાટીઓએ જે તે વખતે તાલુકા પંચાયતને લાભાર્થીઓની યાદી આપવા કહ્યુ હતુ. જોકે તાલુકા પંચાયતે આ પૈકીની વિગતો આપી ન હોવાથી સખીમંડળોએ જે શૌચાલયો ઉભા કર્યા તેની વિગતો તાલુકા પંચાયતને પરત કરી હતી. આવી સ્થિતિમાં તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત વચ્ચે માહિતીની આપ-લે અ-પારદર્શક બની છે.

શંકાસ્પદ ગતિવિધિમાં ઉભા થતાં સૌથી મોટા સવાલો

  • તાલુકા પંચાયતે કરેલ MOUની જાણસારૂ નકલ તલાટીઓને કેમ ન આપી ?
  • સખીમંડળને કેટલા શૌચાલય બનાવવાના છે તેની જાણ ગ્રામ પંચાયતને કેમ ન કરી ?
  • સખીમંડળે કેટલા શૌચાલયનું MOU કર્યુ તે બાબતે ગ્રામ પંચાયતોને કેમ અંધારામાં રાખી ?
  • જે ગ્રામ પંચાયતના કાર્યક્ષેત્ર માટે MOU થયું તેને પણ કેમ નકલ ન આપી ?
  • શું MOU મુજબ ગ્રામ પંચાયત હેઠળ શૌચાલય બનાવ્યા હશે ?
  • MOUનો સચોટ અમલ થયો છે તે કઇ રીતે ગ્રામ પંચાયતને ખબર પડે ?