ઘટસ્ફોટ@મહેસાણા: પાર્સિંગ વગરના ટ્રેક્ટરમાં બાઇકની નંબર પ્લેટ લગાવી ફેરવ્યું, 2 ઇસમ સામે FIR
ઘટસ્ફોટ@મહેસાણા: પાર્સિંગ વગરના ટ્રેક્ટરમાં બાઇકની નંબર પ્લેટ લગાવી ફેરવ્યું, 2 ઇસમ સામે FIR

અટલ સમાચાર ડોટ કોમ,મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી)

વિજાપુર પંથકમાંથી ગઇકાલે LCBની ટીમે ઝડપેલ શંકાસ્પદ ટ્રેક્ટર મામલે પોલીસ તપાસમાં નવો ઘટસ્ફોટ સામે આવ્યો છે. જેમાં આરોપી ઇસમે ટ્રેક્ટરનું પાર્સિંગ કરાવ્યા વિના ટ્રેક્ટરમાં પોતાના બુલેટ બાઇકની નંબર પ્લેટ લગાડી અન્યને આપ્યું હતુ. જેથી પોલીસે ત્રણ જેટલાં ઇસમોની પુછપરછ બાદ બે ઇસમના નામજોગ ગુનો નોધ્યો છે. પોલીસે બંને ઇસમ સામે ટ્રેક્ટરમાં ખોટી નંબર પ્લેટ લાગી પોતાની પાસે રાખી ગુન્હો કરવામાં એકબીજાને મદદ કરવાની ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા SP ડો.પાર્થરાજસિંહ ગોહિલની સુચના અને LCB PI બી.એચ.રાઠોડના માર્ગદર્શન હેઠળ LCB PSI એસ.બી.ઝાલા સહિતની ટીમ ગત તા.06/04/2021 ના રોજ પેટ્રોલિંગમાં હતા. આ દરમ્યાન ચોક્કસ બાતમી મળેલ કે, પશાભાઇ ભલાભાઇ ચમાર (હસ્નાપુર-વિજાપુર) વાળા પાસે લાલ કલરનું મહિન્દ્રા કંપનીનું શંકાસ્પદ ટ્રેક્ટર સાધનીક કાગળો વગરનું છે જેથી તપાસ કરી હતી. જ્યાં ઇસમે કહેલ કે, તેને આ ટ્રેક્ટર અપુર્વ પટેલ આપી ગયાનું કહ્યુ હતુ. જોકે અપુર્વની પુછપરછ કરતાં નાયક સુરજકુમારે આપ્યાનું સામે આવ્યાં બાદ પોલીસે વધુ તપાસ શરૂ કરી રૂ.3,00,000 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ઘટસ્ફોટ@મહેસાણા: પાર્સિંગ વગરના ટ્રેક્ટરમાં બાઇકની નંબર પ્લેટ લગાવી ફેરવ્યું, 2 ઇસમ સામે FIR

આ દરમ્યાન લાડોલ PSI એન.પી.પરમારની ટીમે તપાસ કરતાં સુરજકુમાર નાયક(ચેખલા,તા.તલોદ) વાળાએ આ ટ્રેક્ટર મહીન્દ્રા ફાયનાન્સ ખાતેથી 16-10-2017ના રોજ લોન પર ખરીદ કર્યુ હતુ. જે બાદમાં પૈસાની જરૂર ઉભી થતાં આ ટ્રેક્ટર અપૂર્વ પટેલ(રહે.બેરણા,તા.હિંમતનગર)વાળાને રૂ.4,50,000માં આપ્યુ હતુ. જોકે અપૂર્વની પુછપરછ કરતાં તેણે કહેલ કે, મેં આ ટ્રેક્ટર લીધા બાદ ચમાર પશાભાઇ (હસ્નાપુર)વાળા પાસેથી 2,00,000 ઉછીના લઇ ટ્રેક્ટર તેમને આપ્યુ હતુ. જોકે પોલીસે તપાસ કરતાં ટ્રેક્ટરમાં લગાવેલ નંબર પ્લેટ બુલેટ બાઇકની અને તે બાઇક અપૂર્વના નામે હોવાનું ખુલ્યુ હતુ.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, લોન પર લીધેલ ટ્રેક્ટરને ખરીદી તેનું પાર્સિંગ કરાવ્યાં વગર ખોટી નંબર પ્લેટ લગાવીને ફેરવવાની ઘટનાથી ચકચાર મચી ગઇ છે. પોલીસે વધુ તપાસ કરતાં અપૂર્વ પટેલે ટ્રેક્ટર ખરીદી તેના પર બાઇકની ખોટી નંબર પ્લેટ લગાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી પશાભાઇ ચમારને આપી દઇ ચમાર પશાભાઇએ પણ એકબીજાના મેળાપીપણામાં ટ્રેક્ટર ઉપર ખોટી નંબર પ્લેટર રાખી ઉપયોગ કરી ગુનો કર્યો હોવાનું સામે આવ્યુ હતુ. જેથી પોલીસે બંને સામે આઇપીસી કલમ 465, 468, 471, 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.