ઘટસ્ફોટ@મહેસાણા: ઉછીના પૈસા પાછા માંગતા હત્યા કરી હતી, આરોપી ઝબ્બે

અટલ સમાચાર,મહેસાણા મહેસાણા તાલુકાના વડસ્મા ગામના યુવકની સનસનીખેજ હત્યાનો આરોપી ઝડપાયો છે. જેમાં મરણ જનાર ઈસમે વ્યાજે પૈસા આપ્યા હોઇ પાછા લેવા ગયા હતા. આ દરમ્યાન આરોપી ઈસમોએ પૈસા આપવાને બદલે ઈસમની હત્યા કરી હતી. ગાંધીનગર જીલ્લાના કલોલ તાલુકા પોલીસ સ્ટેશને કલમ 302 મુજબ હત્યાનો ગુનો નોંધાયો હતો. જેમાં એલસીબી ટીમે સઘન પેટ્રોલીંગ હાથ ધરતાં
 
ઘટસ્ફોટ@મહેસાણા: ઉછીના પૈસા પાછા માંગતા હત્યા કરી હતી, આરોપી ઝબ્બે

અટલ સમાચાર,મહેસાણા

મહેસાણા તાલુકાના વડસ્મા ગામના યુવકની સનસનીખેજ હત્યાનો આરોપી ઝડપાયો છે. જેમાં મરણ જનાર ઈસમે વ્યાજે પૈસા આપ્યા હોઇ પાછા લેવા ગયા હતા. આ દરમ્યાન આરોપી ઈસમોએ પૈસા આપવાને બદલે ઈસમની હત્યા કરી હતી.

ઘટસ્ફોટ@મહેસાણા: ઉછીના પૈસા પાછા માંગતા હત્યા કરી હતી, આરોપી ઝબ્બે
advertise

ગાંધીનગર જીલ્લાના કલોલ તાલુકા પોલીસ સ્ટેશને કલમ 302 મુજબ હત્યાનો ગુનો નોંધાયો હતો. જેમાં એલસીબી ટીમે સઘન પેટ્રોલીંગ હાથ ધરતાં અનેક શકંદ ઇસમોની પુછપરછ કરી હતી. આ દરમ્યાન ખાનગી રાહે પોલીસને જાણવા મળ્યું હતું કે, હત્યાની ઘટના બાદથી વડસ્મા ગામે રહેતો હિતેષ વરવાભાઇ દેસાઇ તેના ઘરે હાજર નથી અને તેનો મોબાઇલ પણ બંધ છે.

ઘટસ્ફોટ@મહેસાણા: ઉછીના પૈસા પાછા માંગતા હત્યા કરી હતી, આરોપી ઝબ્બે

આથી શંકાને આધારે પોલીસે તેની શોધખોળ કરી હતી. તપાસ દરમ્યાન કાંઠા ગામ નજીક રોડ ઉપર એક કાળા કલરના મોટર સાઇકલ ઉપર બે ઇસમો આવતા રોકવા પ્રયત્ન કર્યો હતો. જોકે તેમણે બાઇક ભગાડી મુકતાં પીછો કરી પકડી પાડ્યાં હતા. તેમની પૂછપરછ કરતાં હીતેષ વરવાભાઇ રબારી રહે. વડસ્મા તા.જી. મહેસાણા અને પાછળ બેઠેલ ઇસમનું નામ આશીષ રાજુભાઇ રાવળ રહે. વેડાના હોવાનું જાણવા મળ્યું હતુ.

તેમની કડક પુછપરછ કરતાં આરોપી હીતેષ રબારીએ રૂ. દોઢેક લાખ હાથ ઉછીના લીધા હતા. બાદમાં પરત નહિ આપતા મરણ જનારે વ્યાજ રૂપિયા પોણા બે લાખની ઉઘરાણી કરી હતી. આથી પૈસા પરત ન આપવા પડે તે માટે તેના મિત્ર આશીષ ઉર્ફે આશીક સાથે મળી કાવતરૂ રચ્યું હતું. જેમાં તા. 6-9-19ના રોજ વેડા ગામની સીમમાં આવેલ ખેતરમાં અજીતસિંહ જીવણજી ચાવડાને બોલાવી ખુન કર્યાની કબૂલાત કરી હતી. ગુનાના કામે વાપરેલ મોટર સાઇકલ તથા મોબાઇલ ફોન સાથે પકડી બંને આરોપીઓ વિરૂધ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.