આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મોડાસા (પ્રિયકાન્ત શ્રીમાળી)

મોડાસા તાલુકાના ગામની કોલેજિયન યુવતિના અપહરણ, ગેંગરેપ અને હત્યા કેસમાં સનસનીખેજ ખુલાસો થયો છે. મૃતક યૃવતિના પ્રથમ પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં રેપના કોઇ નિશાન ન હોવાનું સામે આવ્યુ હતુ. તો એની સામે આજે પાંચ ડોક્ટરોની ટીમે કરેલ પોસ્ટમોર્ટના રીપોર્ટમાં સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે. જેમાં મૃતક યુવતિ સાથે વારંવાર દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. આ સાથે મૃતક યુવતિના ગળામાં ઈજાના નિશાન મળી આવતા જબરજસ્તી ફાંસીએ લટકાવી ઠંડા કલેજે હત્યા થઇ હોવાની સ્થિતિ ઉભી થઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના સાયરા ગામે કોલેજીયન યુવતિની લાશ મળી આવ્યા પછીનો ઘટનાક્રમ વારંવાર સનસની ઉભી કરી રહ્યો છે. મૃતક યુવતિના સૌપ્રથમ પોસ્ટમોર્ટમમાં બળાત્કાર કે હત્યા થયાના કોઇ ચિન્હો નહિ મળતાં કોઇ કાર્યવાહી થઇ ન હતી. જોકે મૃતકના પરિજનો અને સહયોગીઓની મથામણને અંતે ફરીયાદ બાદ બીજો પોસ્ટમોર્ટમ રીપોર્ટ સામે આવ્યો છે. જેમાં અત્યંત ગંભીર અને ચોંકાવનારી વિગતો ઉઘાડી પડતાં પોલીસ અને ડોક્ટર સામે સવાલો ઉભા થયા છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, પાંચ ડોક્ટરોની પેનલ દ્રારા થયેલ પોસ્ટમોર્ટમ રીપોર્ટ મુજબ મૃતક યુવતિ સાથે ખૂબ જ ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ અને સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હતું. જેનાથી મૃતકના મળાશયનો એક ભાગ બહાર નીકળી ગયો હતો. યુવતિના ડાબા સ્તન પર ઈજાના નિશાનો તેમજ સ્તનના ઉપરના ભાગે પણ કેટલાક નિશાનો જોવા મળ્યા હતા. ગળાના ભાગે નિશાન હોવાથી એવું સાબિત થાય છે કે, જબરજસ્તી ફાંસીએ લટકાવી દેવાઈ હતી. યુવતીને મારતા પહેલા તેને ઢસડવામાં આવી હતી.

શું છે સમગ્ર ઘટના ?

અરવલ્લી જીલ્લાના મોડાસાના સાયરા(અમરાપુર) ગામે ગુમ યુવતીની લાશ ઝાડ પર લટકતી 5 જાન્યુઆરીએ લાશ મળી હતી. આ યુવતિ ગત 31મી ડિસેમ્બરથી ગુમ હતી. આ કેસમાં 11 જાન્યુઆરીએ 3 આરોપીઓની એસસી-એસટી સેલના ડીવાયએસપીએ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી. બાદમાં રાજ્ય પોલીસ વડાએ તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપી હતી અને એસઆઈટી રચાઈ હતી. 21 જાન્યુઆરીએ ત્રણેય આરોપીને SITએ કોર્ટમાં રજૂ કરીને 5 દિવસની સામે 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. તપાસમાં આરોપીઓ અને યુવતીના મોબાઈલ સંપર્ક ખુલ્યા હતા. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં યુવતી સાથે સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય અને તેને લટકાવી દેવામાં આવી હોવાનો ખુલાસો થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code