આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, પાટણ

પાટણ જિલ્લામાં કોરોના વાયરસનો પોઝીટીવ કેસ સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. ગત 15 માર્ચે મુંબઈથી આવેલ ઈસમને હોમ ક્વોરોન્ટાઈન કરવામાં આવ્યો નહોતો. અચાનક બિમારી વધી જતાં લુકમાન નામનો વ્યક્તિ ધારપુર પહોંચી ગયો હતો. જ્યાં તેનું મેડિકલ ચેકઅપ કરી તુરંત રિપોર્ટ તપાસ્યો હતો. જે આજે સવારે કોરોના પોઝીટીવ આવતાં ચકચાર મચી ગઇ છે. અત્યાર સુધી આ ઈસમે અનેક લોકોને ચેપ લગાવ્યો હોઇ આરોગ્ય તંત્રની ભૂમિકા શંકાસ્પદ બની છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મૂળ ભિલવણ ગામનો રહીશ અને હાલ સિધ્ધપુર રહેતો લુકમાન અબ્દુલરહીમ આરોડીયા સરેરાશ 47 વર્ષનો છે. આ ઈસમ ગત 15 માર્ચે મુંબઈથી સિદ્ધપુર આવ્યો હતો. આથી હોમ ક્વોરોન્ટાઈન કરવાનો ફરજિયાત છતાં ટાળ્યું હતું. જોકે અચાનક આ લુકમાન ગઇકાલે ધારપુર હોસ્પિટલમાં દાખલ થતાં મેડિકલ ચેકીંગમાં શંકાસ્પદ લક્ષણો મળ્યા હતા. જેથી તાત્કાલિક રિપોર્ટ કરાવતાં કોરોના પોઝીટીવ આવ્યો હોઇ ચોંકાવનારી સ્થિતિ બની છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ગત 15 માર્ચે પછી સરેરાશ 27 માર્ચ સુધીમાં આ વ્યક્તિને કોરોના પોઝીટીવ હોવાના લક્ષણો આવી ગયા હતા. આથી આ પછીના એક અઠવાડિયામાં પરિવાર સહિત અનેક લોકોને મળ્યો હોઇ ચેપગ્રસ્ત વધી શકે છે. મુંબઈથી આવ્યા બાદ આરોગ્ય અધિકારીઓએ હોમ ક્વોરોન્ટાઈન ના કર્યો અને પાટણમાં કોરોના અને તેના સંક્રમિતો થવા પાછળ જિલ્લા આરોગ્ય તંત્રની ભૂમિકા ગંભીર સવાલો વચ્ચે આવી છે.

પાટણ જિલ્લા આરોગ્યના સર્વેમાં ભયંકર લાલિયાવાડી

પાટણ જિલ્લા આરોગ્ય તંત્રએ લાખો વ્યક્તિના ઘેર ઘેર પહોંચી સર્વે કર્યા હતા. જેમાં અનેકને હોમ ક્વોરોન્ટાઈન કરી કોરોના સામે કવાયત હાથ ધરી હોવાનો દાવો કર્યો હતો. જોકે મુંબઈથી ગત 15 માર્ચે સિધ્ધપુર આવેલ આ ઈસમને કેમ હોમ ક્વોરોન્ટાઈન ના કર્યો ? આ વ્યક્તિના કારણે તેના પરિવાર સહિત સોસાયટીના રહીશોને ચેપ લાગ્યો તેના જવાબદારો કોણ આ સવાલો અત્યંત ગંભીર બન્યા છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code