આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, પાટણ

રાધનપુરમાં આવેલી રેફરલ હોસ્પિટલમાં અપુરતા ડૉક્ટર સામે કોંગ્રેસે આજથી જનઆંદોલન શરૂ કર્યુ છે. જોકે ડૉક્ટરોના અભાવે દર્દીઓ ખાનગી દવાખાને જવા મજબૂર બન્યા છે. આરોગ્ય બાબતે સરકારી જવાબદારી વચ્ચે દર્દીઓના પૈસાનું ડાયવર્ઝન થતુ હોવાનો ઘટસ્ફોટ થયો છે. તાલુકામાં સૌથી મોટી સરકારી હોસ્પિટલ હોવા છતાં આરોગ્ય સામે ન્યાય આપી શકતી નથી. જેની સામે કોંગ્રેસે સહી ઝુંબેશ દ્વારા આંદોલન શરૂ કર્યુ છે.

પાટણ જીલ્લાના રાધનપુર શહેરમાં આવેલી રેફરલ હોસ્પિટલ નામ બડે ઔર દર્શન ખોટે જેવો અનુભવ કરાવતી હોવાના આક્ષેપ થયા છે. સરકારી હોસ્પિટલમાં મહત્વના ચાર ડૉક્ટરની જગ્યા ખાલી હોવાથી અનેક દર્દીઓ પૈસા ખર્ચી ખાનગી દવાખાને જઇ રહ્યા છે. રેફરલ હોસ્પિટલમાં છેલ્લા કેટલાક સમયથી ઓર્થોપેડીક, પિડીયાટ્રીશ્યન, સુપ્રિટેન્ડેન્ટ અને મેડીકલ ઓફીસરનો અભાવ છે. જેનાથી આરોગ્ય સેવાઓને અસર થતી હોઇ દર્દીઓને પુરતો ન્યાય આપી શકાતો નથી.

કોંગ્રેસે ડૉક્ટરનો અભાવ દૂર કરી મંજૂર મહેકમ ભરવા આંદોલનની તૈયારી કરતા દરમ્યાન એક ડૉક્ટરની તાત્કાલિક નિમણુંક થઇ ગઇ છે. જોકે મહત્વના ચાર ડોકટરનો અભાવ હોવાથી કોંગ્રેસે સહી ઝુંબેશ શરૂ કરતા આરોગ્યનો મુદ્દો આગામી પેટાચુંટણીને લઇ મહત્વનો બની ગયો છે. સૌથી મોટી વાત એ સામે આવી છે કે, ડૉક્ટરોના અભાવે બાળકોને બિમારી, હાડકાની બિમારી સહીતની બાબતે દર્દીઓ ખાનગી સારવાર લેવા મજબૂર છે.

રેફરલ હોસ્પિટલની સેવાઓ વચ્ચે ખાનગી દવાખાનામાં ઉછાળો

સુત્રોએ જણાવ્યુ હતુ કે, રાધનપુર શહેર અને તાલુકાના મધ્યમવર્ગીય દર્દીઓ માટે સરકારી રેફરલ હોસ્પિટલ અત્યંત મહત્વની છે. આમ છતાં છેલ્લા કેટલાક વર્ષોથી રાધનપુરમાં ખાનગી હોસ્પિટલની સંખ્યા વધી રહી છે. ખાનગી દવાખાને ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ જતા હોવાથી રેફરલ હોસ્પિટલ સામે અનેક સવાલો ઉભા થયા છે. દર્દીઓના ડાયવર્ઝનથી રાધનપુરમાં આરોગ્ય સેવાઓ નાણાંનો ખેલ ઉભો કરવા સફળ રહી છે.

01 Oct 2020, 3:28 AM (GMT)

COVID-19 Global Stats

34,241,817 Total Cases
1,020,115 Death Cases
25,491,121 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code