ઘટસ્ફોટ@ઊંઝા: ચોરી કરેલું 19 લાખથી વધુનું જીરૂ સ્થાનિક વેપારીએ જ ખરીદ્યું

અટલ સમાચાર, મહેસાણા ઊંઝા ગંજબજારમાં થતા લાખો અને કરોડોની રકમના વેપારમાં છેતરપિંડી અને ઘાલમેલ વધી રહ્યા છે. તાજેતરમાં રાજેન્દ્રકુમાર માધવલાલ નામની પેઢીમાંથી મહેતાએ 19 લાખથી વધુનું જીરૂ વેપારી સાથે છેતરપિંડી કરી બારોબાર વેચી દીધુ હતુ. છેતરપિંડીનો માલ ઊંઝા ગંજબજારના જ વેપારીએ વેચાણ કરાવ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. સી-177 નંબરની પેઢીના ભાગીદારે મહેતા પાસેથી મૂળ વેપારીની
 
ઘટસ્ફોટ@ઊંઝા: ચોરી કરેલું 19 લાખથી વધુનું જીરૂ સ્થાનિક વેપારીએ જ ખરીદ્યું

અટલ સમાચાર, મહેસાણા

ઊંઝા ગંજબજારમાં થતા લાખો અને કરોડોની રકમના વેપારમાં છેતરપિંડી અને ઘાલમેલ વધી રહ્યા છે. તાજેતરમાં રાજેન્દ્રકુમાર માધવલાલ નામની પેઢીમાંથી મહેતાએ 19 લાખથી વધુનું જીરૂ વેપારી સાથે છેતરપિંડી કરી બારોબાર વેચી દીધુ હતુ. છેતરપિંડીનો માલ ઊંઝા ગંજબજારના જ વેપારીએ વેચાણ કરાવ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. સી-177 નંબરની પેઢીના ભાગીદારે મહેતા પાસેથી મૂળ વેપારીની જાણ બહાર 19 લાખથી વધુનું જીરૂ વેચાણ કરાવ્યું હતુ.

ઊંઝા ગંજબજારમાં રાજેન્દ્રકુમાર માધવલાલ નામની પેઢીના મહેતા વિરૂધ્ધ છેતરપિંડીની ફરીયાદ થઇ હતી. ઊંઝા પોલીસ મથકે નોંધાયેલી ફરીયાદમાં સાગર નામના મહેતાએ વેપારીને ગેરમાર્ગે દોરી રૂ.19,87,000ની કિંમતનું જીરૂ વેચી દીધુ હતુ. પાછળથી તપાસ કરતા મહેતાએ ગંજબજારમાં આવેલી ઇશ્વરલાલ પરસોત્તમ નામની પેઢી મારફત જીરૂ વેચ્યુ હોવાનો ઘટસ્ફોટ થયો છે. પેઢીના ભાગીદાર અમરતભાઇએ મહેતા પાસેથી મૂળ વેપારી(રાજેન્દ્રકુમાર) સાથે વાત કર્યા વિના માલ વેચાવી દીધો હતો.

છેતરપિંડીનો ભોગ બનનાર રાજેન્દ્રકુમાર માધવલાલે સમગ્ર મામલે ગંજબજારના સત્તાધીશોને વાત કરતા મામલો ગરમાયો છે. છેતરપિંડીનો માલ વેચાવનાર વેપારી અમરતભાઇએ ગંજબજારમાં સેસ ભર્યા વિના કાચી ચિઠ્ઠી ઉપર રૂ.19,87,000ની કિંમતનું જીરાનો વેપાર કરી દીધાનું સામે આવ્યુ છે. સમગ્ર મામલે ઊંઝા પોલીસે મહેતાની કડક પુછપરછ કરતા એક પછી એક રાઝ બહાર આવી રહ્યા છે.