ઘટસ્ફોટ@ગુજરાત: ગેરકાયદેસર ભારતમાં ઘુસીને બનાવટી પાસપોર્ટ બનાવી આપતો બાંગ્લાદેશી ઝડપાયો

 
બનાવટી પાસપોર્ટ

તે સિવાય તેણે ખોટા દસ્તાવેજોને આધારે ભારતીય પાસપોર્ટ મેળવેલો છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગેરકાયદે ભારતમાં ઘુસીને બનાવટી પાસપોર્ટ બનાવીને ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. તેની પાસેથી પોલીસે ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડની ઝેરોક્ષ મળી આવી હતી. તપાસમાં આરોપી 2001 થી ભારતમાં ગેરકાયદે રહેતો હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી હતી.આ કેસની વિગત મુજબ પોલીસને માહિતી મળી હતી કે મોહંમદ લાબુ સરદાર નામનો શખ્સ ચંડોળા તળાવના છાપરા ખાતે ગેરકાયદે રહે છે અને બાંગ્લાદેશી પાસપોર્ટ ધરાવે છે.

તે સિવાય તેણે ખોટા દસ્તાવેજોને આધારે ભારતીય પાસપોર્ટ મેળવેલો છે. ઉપરાંત તે ગેરકાયદે બાંગ્લાદેશી નાગરિકોને અહીં લાવે છે.જેને આધારે પોલીસે પાસપોર્ટ ઓફિસ, બેન્કો તથા સીમકાર્ડ કંપનીઓમાંથી આ અંગેની માહિતી મેળવી હતી. જેમાં પાસપોર્ટ ઓફિસમાંથી ભારતીય પાસપોર્ટની નકલ, ચૂંટણી કાર્ડ, જન્મતારીખના દાખલાની નકલ તેમજ બેન્કોના એકાઉન્ટ સ્ટેટમેન્ટ અને સીમકાર્ડ કંપનીમાંથી આધારકાર્ડની ઝેરોક્ષ મેળવી હતી. જેની ખરાઈ કકર્યા બાદ આરોપીની શોધ હાથ ધરી હતી.તપાસને અંતે ક્રાઈમ બ્રાંચે આ કેસમાં મુળ બાંગ્લાદેશના નોડાઈલ જીલ્લાના પાચુડીયાના રહેવાસી તથા અમદાવાદમાં ચંડોળા તળાવના છાપરા આયશા બીબીની ચાલી સામે રહેતા મોહંમદ લાભુ મોહંમદખલીલ સરદાર (42)ની ધરપકડ કરી હતી.

વધુ તપાસમાં આરોપી 2001થી ભારતમાં ગેરકાયદે રહેતો હોવાનું બહાર આવ્યું હતું. અંદાજે 12 વર્ષ અગાઉ કુબેરનગરના સંતોષીનગર ખાતે રહેતા રમેશભાઈ નામના શખ્સ મારફતે સરદારનગરના સરનામા વાળુ ચૂંટમી કાર્ડ બનાવડાવ્યું હતું. જેને આધારે તેણે આધાર કાર્ડ બનાવડાવ્યું હતું. 2015 માં ગુલબાઈ ટેકરા પાસપોર્ટ ઓફિસમાં અરજી કરીને પાસપોર્ટ મેળવ્યો હતો.ત્યારબાદ તેણે પોતાના ઓળખીતા રોબીયલભાઈ મલેશિયા ખાતે રહેતા હોવાથી તેમને કામ માટે મલેશિયા જવું છે એમ જણાવ્યું હતું.બાદમાં તેણે તેને પોતાના ભારતના અસલી ડોક્યુમેન્ટ્સ તથા રોકડા રૂ. 30,000 આપ્યા હતા. જોકે બાદમાં તેના મલેશિયાના વિઝા આવ્યા ન હતા. આ અંગે તેણે એજન્ટને પુછતા તેણે કહ્યું કે જે એજન્ટને કામ સોંપ્યું હતું તેનું અકસ્માતમાં મોત થયું છે.

તેનો ભારત દેશનો અસલ પાસપોર્ટ, આધાર કાર્ડ અને ચૂંટમી કાર્ડ કોલકાતાના એજન્ટ પાસે છે. તેમજ પોતાનો બાંગ્લાદેશનો અસલ પાસપોર્ટ, આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ કોલકાતાના જ એજન્ટ પાસે છે. તેમજ પોતાનો બાંગ્લાદેશનો અસલ પાસપોર્ટ બાંગ્લાદેશ ખાતે તેના વતનમાં મુકી રાખ્યો હોવાનું જણાવ્યું હતું. તેના ઘરમાંથી બે પાસપોર્ટ તથા આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડની ઝેરોક્ષ વગેરે કબજે કરવામાં આવ્યા હતા.