ઘટસ્ફોટ@સૌરાષ્ટ્ર:વેરાવળના બંદર પરથી 250 કરોડનું હેરોઈન ઝડપાયું

 
હેરોઇન

અગાઉ કચ્છના મુંદ્રા બંદરેથી તેમજ જામનગર, દ્વારકા જિલ્લામાંથી તથા દક્ષિણ ગુજરાતમાંથી જથ્થો ઝડપાયો હતો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કચ્છનાં બંદરો પર અગાઉ અવારનવાર ડ્રગ્સના ક્ધસાઈન્ટમેન્ટ ઝડપાયા બાદ ગીર સોમનાથ એસ.પી. મનોહરસિંહ જાડેજાને મળેલી ચોક્કસ માહિતીના આધારે વેરાવળ બંદર પર એસઓજીએ ઓપરેશન પાર પાડી સાડા ત્રણ સો કરોડની કિંમતના 50 કિલો હેરોઈનના જથ્થા સાથે 11 શખ્સોની અટકાયત કરી તપાસ કરતાં ડ્રગ્સનું કનેકશન પાકિસ્તાન અને ઈરાન સુધી લંબાયું છે.

પોલીસે ડ્રગ્સની ડીલેવરી લેવા આવેલા જામનગરના બે શખ્સોની આગવી ઢબે પુછપરછ કરતાં હેરોઈનનો જથ્થો ઈરાનથી વાયા પાકિસ્તાન થઈ ભારતમાં ઘુસાવડવાનો હોવાનું જણાવ્યું છે. પોલીસે આ ડ્રગ્સ પ્રકરણમાં આંતરરાષ્ટ્રીય કનેકશન બહાર આવતાં તે દિશામાં તપાસ હાથ ધરી છે. પોલીસે ડ્રગ્સનો જથ્થો લેવા આવેલા જામનરગના બે શખ્સો અને માછીમારી બોટના ટંડલ સહિતના શખ્સોના તમામ આરોપીઓને મોબાઈલ ફોન કબજે કરી તેની કોલ ડીટેઈલનાં આધારે તપાસના ચક્રોગતિમાન કર્યા છે.