આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, પાટણ

રાજ્ય અન્ન આયોગના સભ્યસચિવ એમ.એ.નરમાવાલાના અધ્યક્ષસ્થાને આયોગના સભ્ય નિતિનભાઈ શાહની ઉપસ્થિતીમાં પાટણ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અન્ન સલામતી કાયદાના અમલીકરણ બાબતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જિલ્લામાં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ કરવામાં આવી રહેલી કામગીરીની રૂપરેખા મેળવી, અન્ન સલામતી કાયદા મુજબ અગત્યના મુદ્દાઓ પર અમલીકરણ બાબતે સભ્ય સચિવ દ્વારા સંલગ્ન વિભાગના અધિકારીઓને જરૂરી સુચનો આપવામાં આવ્યા હતા.

રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા અન્વયે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ કુલ કુટુંબો તથા લાભાર્થી તરીકે સમાવેશ કરવાની પડતર અરજીઓના ઝડપથી નિકાલ કરવા તથા પાત્રતા ન ધરાવતા હોય તેવા રેશનકાર્ડ ધારકોના નામ કમી કરવા સુચના અપાઇ હતી. સભ્ય સચિવ એમ.એ. નરમાવાલાએ જણાવ્યું હતું કે, બી.પી.એલ રેશનકાર્ડધારકો અન્ન સલામતી કાયદાના લાભથી વંચિત ન રહી જાય તે સુનિશ્વિત કરવું જરૂરી છે.

જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત જિલ્લાની તમામ વ્યાજબી ભાવની દુકાનો પરથી અનાજ ન મળવા કે અન્ય ફરિયાદો અન્વયે જિલ્લા ફરિયાદ નિવારણ અધિકારી તથા ગુજરાત રાજ્ય અન્ન આયોગને ફરિયાદ કરી શકે છે. સહેલાઈથી દ્રશ્યમાન થાય તેવા ઓઈલ પેઈન્ટથી કરેલા લખાણ બાબતે સમીક્ષા કરી બાકી રહેલ કામગીરી પૂર્ણ કરવા સંલગ્ન અધિકારીઓને સુચનાઓ આપી હતી.

આયોગના સભ્ય નિતિન શાહેે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા અંતર્ગત આધાર વેરીફીકેશન થયેલા રેશનકાર્ડમાં બેંક એકાઉન્ટ નંબરનું સિડીંગ કરી તેનું વેરીફીકેશન સત્વરે પૂર્ણ કરવા સુચના આપી હતી. જેથી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા લાભાર્થીને વધુ ઝડપી અને સુરક્ષિત રીતે તેનો લાભ મળી રહે.

જિલ્લા પુરવઠા અધિકારી ગીતાબેન દેસાઈ દ્વારા જિલ્લાની જાહેર વિતરણ વ્યવસ્થા, એન.એફ.એસ.એ અંતર્ગત થઈ રહેલી કામગીરી તથા અન્ય આંકડાકીય માહિતીનું પ્રેઝન્ટેશન રજુ કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લાના તમામ તાલુકા મામલતદારો, સંકલિિત બાળ વિકાસ યોજનાના પ્રોગ્રામ ઓફિસર તથા સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

29 Sep 2020, 5:07 AM (GMT)

COVID-19 Global Stats

33,552,166 Total Cases
1,006,379 Death Cases
24,880,949 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code