થોડાંક દિવસ પહેલાં ટીવી કપલ રિદ્ધિ ડોગરા અને રાકેશ બાપટના 7 વર્ષના લગ્નજીવનના અંતના સમાચાર આવ્યા હતા. જો કે બંનેએ લગ્ન તૂટ્યાના સમાચારને અફવા ગણાવી પ્રાઇવસીનો હવાલો આપતા ચુંપકીદી સેવી હતી. જો કે ગુરૂવારના તેમણે સંયુકત નિવેદન રજૂ કરી લગ્નમાં તિરાડ પડ્યાના અને એકબીજાથી અલગ રહેવાના સમાચાર સ્વીકાર્યા છે. તેમણે લખ્યું હા અમે અલગ રહીએ છીએ. અમે આ નિર્ણય પરસ્પર સમ્માન, એક-બીજાની અને અમારી ફેમિલીની ચિંતા કરતાં લીધો છે. અમે બે બેસ્ટ ફ્રેન્ડ છીએ જો કે હવે કપલ નથી. પરંતુ અમારી દોસ્તી એવી જ રહેશે જેવી કે પહેલાં હતી. અમને ખુશી થશે કે જો આ મુદ્દા સાથે જોડાયેલ બીજી કોઇ અફવા સામે ના આવે.
આ અંગે રાકેશે મીડિયા સાથે વાતચીત કરતાં કતહ્યું કે મેં અને રિદ્ધિ એ અલગ થવાનો નિર્ણય કર્યો છે. છૂટા પડવાનું કોઇ કારણ નથી. અમે આજે પણ એકબીજાને પ્રેમ કરીએ છીએ. એટલું જ નહીં અમારા માટે માત્ર પ્રેમની પરિભાષા બદલાય ગઇ છે. મીડિયા રિપોર્ટના મતે બંને કેટલાંય સમયથી અલગ રહી રહ્યા છે. તેમના કોમન ફ્રેન્ડસના લગ્નમાં ખટપટ થયાની માહિતી હતી. તેમણે પોતાની તરફથી રિદ્ધિ-રાકેશના લગ્ન જીવનને ટકાવી રાખવાની કોશિષ કરી. પરંતુ તેઓ સફળ થયા નહીં. આની પહેલાં જ્યારે મીડિયા એ બંનેના મિત્રોને રિદ્ધિ-રાકેશ અલગ થવા પર પ્રશ્ન પૂછયા તો તેમણે કંઇપણ બોલવાની ના પાડી દીધી હતી.રિદ્ધિ અને રાકેશની પહેલી મુલાકાત મર્યાદા લેકિન કબ તક ના સેટ પર થઇ હતી. તેમણે 29મી મે 2011ના રોજ લગ્ન કર્યા હતા.