ખળભળાટ@કડી: પોલીસ બની બુટલેગર, પીઆઇ સહિત 9 વિરૂદ્ધ ગુન્હો

અટલ સમાચાર, કડી મહેસાણા જિલ્લામાં સૌપ્રથમવાર પોલીસનો ચોંકાવનારો ચહેરો સામે આવ્યો છે. લોકડાઉન દરમ્યાન ખાખી ફરજને દાગ લગાવતી ઘટના સ્પષ્ટ થઈ છે. કડી પોલીસે દારૂનો ધંધો કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આથી પીઆઇ સહિત 7 પોલીસ કર્મચારી અને 2 જીઆરડી વિરૂદ્ધ ગુન્હો દાખલ થયો છે. ઘટનાને પગલે સમગ્ર રાજ્યમાં કોરોના મહામારી વચ્ચે પોલીસની
 
ખળભળાટ@કડી: પોલીસ બની બુટલેગર, પીઆઇ સહિત 9 વિરૂદ્ધ ગુન્હો

અટલ સમાચાર, કડી

મહેસાણા જિલ્લામાં સૌપ્રથમવાર પોલીસનો ચોંકાવનારો ચહેરો સામે આવ્યો છે. લોકડાઉન દરમ્યાન ખાખી ફરજને દાગ લગાવતી ઘટના સ્પષ્ટ થઈ છે. કડી પોલીસે દારૂનો ધંધો કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આથી પીઆઇ સહિત 7 પોલીસ કર્મચારી અને 2 જીઆરડી વિરૂદ્ધ ગુન્હો દાખલ થયો છે. ઘટનાને પગલે સમગ્ર રાજ્યમાં કોરોના મહામારી વચ્ચે પોલીસની ભૂમિકાએ સવાલો ઉભા કર્યા છે. ફરિયાદને પગલે આરોપી બનેલ પોલીસ કર્મી ફરાર થઈ ગયા છે.

કડી પોલીસ બૂટલેગર બની જતાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. દારૂ સગેવગે મામલાની તપાસ SITને સોંપવામાં આવી હતી. જે બાદ SITએ કડી પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેક્ટર સહિત 9 લોકો સામે ગુનો નોંધ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે NDRF દ્વારા કેનાલમાંથી 100 જેટલી બોટલો શોધી કાઢવામાં આવી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જિલ્લાની કડી પોલીસે વિવિધ ગુન્હામાં દારૂ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. લોકડાઉન દરમ્યાન કડી પોલીસ વિદેશી દારૂ વેચી ધંધો કરતી હોવાની સનસનીખેજ રજૂઆત થઈ હતી. આથી સમગ્ર મામલે ડીઆઈજી સુધી ફરિયાદ પહોંચી હતી. આ પછી પોલીસના ઉચ્ચ અધિકારીઓએ તપાસ હાથ પર લીધી હતી. જોકે કડી પોલીસને ખબર પડતાં દારૂની બોટલો કેનાલમાં ફેંકી આવ્યા હતા. પોલીસની અત્યંત ખરાબ ભૂમિકા સામે SITને તપાસ સોંપવામાં આવી હતી. SITએ કડી પોલીસના પોલીસ ઈન્સ્પેક્ટર, 2 PSI અને 6 કોન્સ્ટેબલ સામે ગુનો દાખલ થવા રિપોર્ટ કર્યો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે આ, કડી પોલીસના પીઆઇ, પીએસઆઇ અને કોન્સ્ટેબલ સહિતના દારૂ વેચી રૂપિયા બનાવવા લાગ્યા હતા. જેની જાણ ખાનગી રાહે છેક ગાંધીનગર પહોંચી હતી. લોકડાઉન દરમ્યાન સેવાને બદલે દારૂનો ધંધો જાણી સૌથી મોટો ખળભળાટ મચી ગયો હતો. આથી તાત્કાલિક અસરથી તપાસ કરી ગણતરીના કલાકોમાં રિપોર્ટ રજૂ કર્યો છે. રિપોર્ટ આધારે આરોપી પોલીસ કર્મચારી સામે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે NDRF દ્વારા કેનાલમાંથી 100 જેટલી દારૂની બોટલો શોધી લેવામાં આવી હતી.

દારૂ કાંડના આરોપીઓની યાદી

1- ઓ.એમ દેસાઈ, પી આઇ, કડી પોલીસ સ્ટેશન

2- કે.એન પટેલ, પી.એસ.આઇ

3- બારા, પી.એસ.આઈ

4- મોહનભાઇ, એ.એસ.આઇ

5- હિતેશ, હેડ કોન્સ્ટેબલ

6- પ્રહલાદ પટેલ, હેડ કોન્સ્ટેબલ

7- શૈલેષ રબારી, હેડ કોન્સ્ટેબલ

8- હોમગાર્ડ- ગિરીશ પરમાર

9- હોમગાર્ડ- ચિરાગ

શું હતો સમગ્ર મામલો ?

લોકડાઉનમાં રૂપિયા બનાવવા કડીના પીઆઈ, પીએસઆઈ સહિત સ્ટાફે દારૂનો ધંધો શરૂ કર્યો હતો. પોલીસલાઈનમાં વિદેશી દારૂની પેટીઓ રાખી સ્થાનિક બુટલેગરો સાથે મળી રોજ દારૂનો વેપલો કરાતો હતો. જે અંગેની ફરિયાદો ડીજી, આઈજી સુધી થઈ હતી. ચાર દિવસ અગાઉ આઈજીપી સ્કવૉડે સરપ્રાઈઝ ચેકિંગ શરૂ કરતાં કડી પોલીસ સ્ટાફ ફફડી ઊઠ્યો હતો અને આબરૂ બચાવવા પોલીસ લાઈનના ક્વાર્ટરમાં સંતાડેલી વિદેશી દારૂની પેટીઓ રિક્વિઝિટ કરેલી ગાડીના સંચાલકો અને જીઆરડીની મદદથી સગેવગે કરી નાખી હતી.