રીપોર્ટ@ગુજરાત: મહેસૂલ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય, 13 અધિકારીઓની પ્રાંત ઓફિસર અને SDM તરીકે નિમણૂક
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતમાં વહીવટી તંત્રમાં વધુ એક મહત્વનો ઓર્ડર કરવામાં આવ્યો છે. મહેસૂલ વિભાગે ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (GAS) જુનિયર સ્કેલની 2024 બેચના 13 પ્રોબેશનર અધિકારીઓને તાલુકા તથા સબ-ડિવિઝન કક્ષાએ પ્રાંત અધિકારી અને સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM) તરીકે સ્વતંત્ર હવાલો સોંપ્યો છે. આ નિમણૂક તાલીમ કાર્યક્રમના ભાગરૂપે કરવામાં આવી છે અને અધિકારીઓને 26 ડિસેમ્બર, 2026 સુધી સંબંધિત તાલુકા/સબ-ડિવિઝનનો હવાલો સંભાળવાનો રહેશે.
નોંઝનીય છે કે રાજ્ય સરકારના આ કદમથી સ્થાનિક કક્ષાએ વહીવટી કામગીરીને નવો વેગ મળશે. યુવા અધિકારીઓની સીધી નિમણૂકથી મહેસૂલી પ્રશ્નોનો ઝડપી નિકાલ, કાયદો અને વ્યવસ્થાની જાળવણી અને સરકારી યોજનાઓના અસરકારક અમલીકરણમાં નોંધપાત્ર સુધારો થવાની અપેક્ષા છે. આ તાલીમ અને સ્વતંત્ર કામગીરીનો સમયગાળો ભવિષ્યના વહીવટી નેતૃત્વ માટે એક મજબૂત પાયો પૂરો પાડશે. ઓર્ડર ગુજરાતના રાજ્યપાલના નામે અને તેમના આદેશથી મહેસૂલ વિભાગના અંડર સેક્રેટરી (સર્વિસિસ) રુત્વિજ સોનાગરા દ્વારા કરવામાં આવ્યો છે.

