રીપોર્ટ@ગુજરાત: વિધાનસભાના ત્રિદિવસીય સત્રની શરૂઆત, પહેલા દિવસે જ AAP ધારાસભ્યોની નારેબાજી

 
ગોપાલ ઇટાલીયા
AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ વિધાનસભા સત્ર પહેલા સુત્રોચ્ચાર કર્યા 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આજથી ગુજરાત વિધાનસભાના ત્રિદિવસીય સત્રની શરૂઆત થઇ છે. આ ત્રિદિવસીય સત્રના પહેલા દિવસે ભાજપ, કોંગ્રેસ સહીત આમ આદમી પાર્ટીના ધારાસભ્યો અને નેતાઓ ગુજરાત વિધાનસભા પહોંચ્યા હતા. ગોપાલ ઇટાલિયા આજે પહેલી વખત વિધાનસભાના સત્રમાં પહોંચ્યા છે. થોડા સમય પહેલા જ તેમણે વિસાવદર-ભેંસાણ બેઠક પરથી ધારાસભ્ય બન્યા છે.

આજે ગુજરાત વિધાનસભાના પરિસરમાં પહોંચતાની સાથે જ તેઓ પોસ્ટર્સ લઈને પહોંચ્યા હતા. જેના કારણે તેમના વિધાનસભાની બહારથી જ વિરોધ કરવાનું શરુ કરી દીધું હતું. જેમાં તેઓ રસ્તાઓની ખરાબ હાલતને લઈને પોસ્ટર લઈને પહોંચ્યા હતા. AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા, ધારાસભ્ય હેમંત ખવા અને ધારાસભ્ય સુધીર વાઘાણીએ વિધાનસભા સત્ર પહેલા સુત્રોચ્ચાર કર્યા હતા.ગુજરાત વિધાનસભામાં આજે પહેલીવાર ગોપાલ ઇટાલિયા બેસવાના છે. આ સત્રમાં તેઓ પહેલી વખત ભાગ લેવાના છે ત્યારે તેમણે કહ્યું કે, હું અહીંયા કોઈ વિરોધ કરવા પહોંચ્યો નથી. હું તો માત્ર જનતાના પ્રશ્નો રજુ કરવા પહોંચ્યા છે.

ગુજરાતમાં અત્યારે રોડ રસ્તાઓની હાલત ખુબ જ ખરાબ છે. જેના પગલે અમે અહીં આ પ્રશ્નો સાથે પહોંચ્યા છીએ. ગુજરાતના રસ્તાઓ ખાડાવાળા, લોકો અને વાહનોને ભારે નુકસાન થયું છે. વિકાસની વાતો કરનારા લોકોને રોડના ખાડા દેખાય તે જરૂરી છે. લોકો રસ્તાઓની હાલતથી દુઃખી અને થાકી ગયા છે. મારા કાર્યકાળના પહેલા દિવસે જ જનતા મુદ્દો લઈને આવ્યો છું. જુનાગઢ, ભેસાણ અને વિસાવદરના મતદારોના આશીર્વાદથી ગૃહમાં પહોંચ્યો છું.