રીપોર્ટ@ગુજરાત: ઈસુદાન ગઢવીએ ભાજપ સરકાર અને મુખ્યમંત્રી પર કર્યા પ્રહાર, જાણો વિગતે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
બોટાદમાં હાલ સૌથી ચર્ચાસ્પદ એવો કડદા કાંડ પર સતત આમ આદમી પાર્ટી ખેડૂતો માટે અવાજ ઉઠાવી રહી છે. છેલ્લા ત્રણ દિવસથી આમ આદમી પાર્ટી અને રાજુ કરપડા આ મામલે APMCના હોદ્દેદારો સામે અને સરકાર સામે ઘમાસાણ જોવા મળી રહ્યું છે. ગઈકાલે બોટાદમાં આ મામલે જોરદાર બબાલ જોવા મળી હતી. બોટાદમાં રાજુ કરપડા અને પ્રવીણ રામે ખેડૂતોની સભાનું હડદડ ગામે આયોજન કર્યું હતું. અને અચાનક ત્યાં પોલીસ આવી હતી. જે બાદ ત્યાં પથ્થરમારાની ઘટના બની હતી. જે બાદ ત્યાં માહોલ તંગ બન્યો હતો. જેના કારણે પોલીસે ટોળાને વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. આ મામલે આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ આજે પ્રેસ કોનફરન્સ કરી હતી.
ઈસુદાન ગઢવીએ પ્રેસ ભાજપ સરકાર અને મુખ્યમંત્રી પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, હડદડ ગામના સપોર્ટમાં આમ આદમી પાર્ટી આજના દિવસને કાળા દિવસ તરીકે મનાવશે. ખેડૂતોને ન્યાય અપાવવાની જગ્યાએ મુખ્યમંત્રીએ પોલીસ ઉતારી. ભાજપના લોકોએ પથ્થરબાજી કરીને માહોલ બગાડ્યો. ભાજપના નેતાઓ, મંત્રીઓ તથા મુખ્યમંત્રીમાં રાવણનો આત્મા વસી ગયો છે. ભાજપ કોંગ્રેસની જેમ જ ખેડૂતો પર અત્યાચાર કરી રહી છે. ભાજપના નેતાઓએ એપીએમસીઓ પર કબજો કરી ખેડૂતોને લૂંટ્યા.
હજારો ખેડૂતોએ એક જ માંગ મુકી કે કળદા સિસ્ટમ બંધ કરો, લૂંટ બંધ કરો.વધુ માં તેમણે કહ્યું કે, ઈસુદાન ગઢવીએ ખેડૂત હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. ખેડૂત હેલ્પલાઇન નંબર 91049 18196 પર ફોન કરીને જ્યાં જ્યાં પણ ખેડૂતો સાથે અન્યાય થતો હોય તેની જાણ કરવામાં આવે. ભાજપના જે જે નેતાઓએ પોલીસને ફોન કર્યા હશે એ લોકોની તપાસ 2027 પછી થશે. ખેડૂતોને ઇસુદાન ગઢવીની અપીલ: ભાજપના લોકો ઉશ્કેરે તો કોઈએ ઉશ્કેરાવું નહીં. આમ આદમી પાર્ટી અને ઈસુદાન ગઢવી શરીરમાં પ્રાણ હશે ત્યાં સુધી ખેડૂતો માટે લડશે. અમારા નેતા ઉપર ખોટી FIR કરવામાં આવશે તો ગુજરાતના 54 લાખ ખેડૂતો પોતાના ગામમાં ભાજપનો એક પણ કાર્યક્રમ થવા નહીં દે.