આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

સેન્ટ્રલ બ્યૂરો ઇન્વેસ્ટીગેશનના નવા ડાયરેક્ટર તરીકે એમપી કેડરના ઋષિકુમાર શુક્લના નામની જાહેરાત કરવામાં આવી છે. ઋષિકુમારની નિમણૃક શનિવારે બપોરે થઈ હતી. શુક્રવારે મળેલી બેઠકમાં સિલેક્શન કમિટીએ પાંચ નામ નક્કી કર્યા હતા. જે સીબીઆઈના નવા ડાયરેક્ટરના પદ માટે દાવેદાર હોવાની ચર્ચા હતી. દાવેદાર અધિકારીઓમાં 1985 બેચના મધ્ય પ્રદેશ કેડરના આઈપીએસ અધિકારી અને મધ્ય પ્રદેશના ડીજીપી આર કે શુક્લા ફ્રન્ટ રનર માનવામાં આવતા હતા. તેમના ઉપરાંત સીઆરપીએફના ડીજી રાજીવ રાય ભટનાગર, યુપીના પૂર્વ ડીજીપી અને એનસીએફએસના ડીજી જાવેહ અહેમદ અને બીપીઆર વિભાગના ડીજીપી એપી મહેશ્વરી, અને સીબીઆઈના સ્પેશિયલ ડાયરેક્ટર અરવિંદ કુમારના નામ પર પણ શુક્રવારે ચર્ચા થઈ હતી, જેમાંથી ઋષિકુમાર શુક્લાની સીબીઆઈના ડાયરેક્ટર તરીકે નિયુક્તિ કરાઈ છે.
મહત્વનુ છે કે આ સિલેક્શન કમિટીમાં વડાપ્રધાન મોદી, નેતા વિરોધ પક્ષ મલ્લિકાર્જુન ખડગે અને દેશના મુખ્ય ન્યાયાધીશનો સમાવેશ થતો હતો. આ કમિટીએ સીબીઆઈના નવા ડાયરેક્ટરની નિયુક્તી કરી હતી.

30 Sep 2020, 2:15 AM (GMT)

COVID-19 Global Stats

33,918,355 Total Cases
1,013,912 Death Cases
25,207,756 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code